બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Villagers on the ground to stop the overflow water of Shetrunji dam from going into the sea

ભાવનગર / શેત્રુંજી ડેમનું ઓવરફ્લો પાણી દરિયામાં જતું અટકાવવા ગ્રામજનો મેદાને, જાણો શું માંગ કરી?

Vishal Khamar

Last Updated: 03:05 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાના સૌથી મોટા એવા શેત્રુંજી ડેમનું ઓવરફ્લોનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટ્ટમાં સરતાનપર નજીક બંધ બાંધવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો આ મીઠું પાણીનો બંધ બંધાશે તો આ વિસ્તરના 20 થી વધુ ગામોમાં જે ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. તે બંધ થશે અને ખેતીને ફાયદો થશે તેમ મનાઈ રહ્યું છે.

ભાવનગરના શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટમાં સરતાનપર નજીક ડેમ બાંધવાની માગ ઉઠી છે. આ ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારના 20થી વધુ ગામોમાં વધતા ક્ષારનું પ્રમાણ અટકી શકે છે. અને ખેતીને પણ ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે, આ અંગે વિધાનસભામાં અનેક વખત રજૂઆત થઈ છે. પરંતુ કોઈ કામગીરી ન થતા શેત્રુંજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં પહી જાય છે. ત્યારે બંધ બનાવીને આ પાણીને રોકવામાં આવે તેવી માગ ઉઠી છે.

કનુ બારૈયા (પૂર્વ ધારાસભ્ય, તળાજા) 

અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામ થતું નથીઃ  કનુ બારૈયા (પૂર્વ ધારાસભ્ય, તળાજા) 

ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે સૌથી મોટો શેત્રુંજી ડેમ આવેલો છે.  આ ડેમ સીઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થતો હોય છે. આ ડેમનું પાણી અન્ય એક ડેમ ભરાઇ તેટલું દરિયામાં વહી જતું  હોઈ છે. ત્યારે આ પાણીને રોકવા માંગ થઇ રહી છે. આમ તો આ મામલે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરાઈ છે.  લિંક ચેકડેમ બનાવવાની વાતો થાય છે પણ કોઈ નક્કર કામ થતા નથી. શેત્રુંજી ડેમનું ઓવરફ્લોનું પાણી શેત્રુંજી નદીમાંથી થઇને સરતાનપરના દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવા માટે સરતાનપર નજીક જો બંધ કે ડેમ મબનાવવામાં આવે તો આ પાણી અટકી શકે તેમ છે. આ વિસ્તરણ પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે કે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. 

 વજેરામ જાની ( ખેડૂત) 

વધુ વાંચોઃ કિંજલ દવે હજુ આ તારીખ સુધી નહીં ગાઇ શકે 'ચાર-ચાર બંગડી' વાળું ગીત, હાઇકોર્ટે પુન: સ્ટે લંબાવ્યો

આર.એમ.કણજારીયા (ક્ષાર નિયઁત્રણ વિભાગ કાર્યપાલક ઈજનેર) 

શેત્રુંજી નદીના પટમાં સરતાનપર નજીક ડેમ બાંધવાની માગ ઉઠી
ભાવનગર જિલ્લાનો આ શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું પાણી  તેમજ અન્ય તાલુકાઓને સિંચાઈનું પાણી પૂરું પડે છે. શેત્રુંજી ડેમમાં 350 એમ સી એફ સી થી વધુ પાણીનો જથ્થો સંગ્રહ થાય છે અને ઓવરફ્લો દરમ્યાન આટલું પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને અટકાવવામાં આવે તો આસપાસના ગામોમાં જે હાલ ક્ષારનું પ્રમાણ વધ્યું અને ખેતી નષ્ટ થઇ રહી છે. તે જીવિત થઇ શકે તેમ જો કે આ મામલે ક્ષાર વિભાગના અધિકારીનું કહેવું છે કે આ પાણીને રોકવા 3 ચેકડેમ બનાવવાની પ્રોપઝલ સરકારમાં મોકલવામાં આવી છે. ભાવનગર જિલ્લમાં અનેક ગામો એવા છે કે જેને કેનાલ લાભ મળતો નથી.  ત્યારે સરકાર શેત્રુંજી ડેમનું પાણી ચેકડેમ કે ડેમ દ્વારા રોકીને સંગ્રહ કરે તો આસપાસના લોકોને ફાયદો થઇ શકે તેમ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ