બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Singer Kinjal Dave troubles increased as the High Court extended the stay

મુશ્કેલી / કિંજલ દવે હજુ આ તારીખ સુધી નહીં ગાઇ શકે 'ચાર-ચાર બંગડી' વાળું ગીત, હાઇકોર્ટે પુન: સ્ટે લંબાવ્યો

Vishal Khamar

Last Updated: 01:43 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયક કલાકાર કિંજલ દવેના પ્રખ્યાત ચાર-ચાર બંગડી ગીતનો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લેતો. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ ગીત પર સ્ટે આપ્યો હતો. જે સ્ટે હાઈકોર્ટ દ્વારા લંબાવવામાં આવતા હાઈકોર્ટે ગીત પરનો સ્ટે લંબાવતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.

ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વધ્યો છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવે 26 માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી. 26 માર્ચે આ અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે. 

May be an image of 1 person and smiling

ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો હતો
લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો હતો.

History made by Gujarat High Court, this system was started for the first time in the country

કિંજલ દવેને ચાર બંગડી વાળા ગીત ગાવા પર ફરી સ્ટે 
અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી.ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે. 

No photo description available.

સિવિલ કોર્ટમાં કિંજલ દવે કેસ જીતી હતી 
મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને 'ચાર ચાર બંગડી વાળી ગાડી' ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી. એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો હતો.

વધુ વાંચોઃ હવે BTPના પૂર્વ MLA મહેશ વસાવા સમર્થકો સાથે કરશે કેસરિયા, કોંગ્રેસમાં પણ પડશે મોટું ગાબડું

જાણો શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ