બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress MLA and BTP President will join BJP along with their supporters

લોકસભા ચૂંટણી 2024 / હવે BTPના પૂર્વ MLA મહેશ વસાવા સમર્થકો સાથે કરશે કેસરિયા, કોંગ્રેસમાં પણ પડશે મોટું ગાબડું

Vishal Khamar

Last Updated: 03:02 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BTP ના પૂર્વ ધારાસભ્યએ થોડા સમય અગાઉ ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કર્યા બાદ અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી. તે તમામ ચર્ચાઓને હવે અંત આવવા પામ્યો છે. આદિવાસી નેતા તેમજ કોંગ્રેસનાં ધારાસભ્ય આગામી સમયમાં તેમનાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને btp ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ હતી ત્યારે મહેશ વસાવા એ ભાજપ જોડાવાનું નક્કી કર્યું છે અને vtv સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરિયો ધારણ કરશે અને ત્યારબાદ મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. 

ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખે BTP અધ્યક્ષ સાથે બેઠક યોજી હતી
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. ત્યારે આ બેઠકમાં ભરૂચ લોકસભા સીટનાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. BTP ના  અધ્યક્ષ મહેશ વસાવા જેઓ છોટુ વસાવાનાં પુત્ર છે. 

થોડા સમય પહેલા મહેશ વસાવાએ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે. અત્યારે જોડ તોડ અને ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. અત્રે જણાવીએ કે, BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાશે.

 

ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન
કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા સીટ પર ગઠબંધન કર્યું છે. જેમાં ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકિટ આપવામાં આવી છે. ત્યારે બંને આદિવાસી નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.  હવે કોણ વિજયી બનશે તે આગામી સમયમાં જ ખબર પડશે.  

વધુ વાંચોઃ ગુજરાતના આ શહેરોમાં સરકારી કર્મચારીઓ કામકાજથી રહ્યાં અળગા, જાણો શું છે આ પેન ડાઉન આંદોલન?

અરવિંદ લાડાણી (ધારાસભ્ય, માણાવદર)

કાર્યકરો પાસે સેન્સ લઈ અરવિંદ લાડાણી છોડી શકે છે કોંગ્રેસ
કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે. માણાવદરનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીએ પોતાના મત વિસ્તારનાં લોકો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે.  કાર્યકરો પાસેથી સેન્સ લઈ અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. હવે અર્જુન મોઢવાડીયા ગ્રુપનાં વધુ એક નેતા અરવિંદ લાડાણી ભાજપમાં જોડાતા કોંગ્રેસ દ્વારા તેઓને મનાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ