બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Anupam Kher shared unseen photos on Satish Kaushik birth anniversary

વીડિયો / સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર અનુપમ ખેર ભાવુક, શેર કર્યો સાથે વિતાવેલી અમૂલ્ય પળોનો ખાસ Video

Published By: Vidhata

Last Updated: 11:55 AM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતીશ કૌશિકની 13 એપ્રિલે પ્રથમ જન્મજયંતિ છે. આ અવસર પર તેમના મિત્ર અનુપમ ખેરે તેમની અનસીન પળોનો એક વીડિયો શેર કર્યો છે જે તમને રડાવી દેશે. આ વીડિયોમાં બંનેની કેટલીક ખાસ તસવીરો જોવા મળી રહી છે.

ભારતીય સિનેમાના સૌથી પ્રિય અભિનેતાઓમાંના એક સતીશ કૌશિકનું ગયા વર્ષે 9 માર્ચે નિધન થયું હતું. સતીશે પોતાના અભિનય અને દિગ્દર્શનથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ તેમના ચાહકો અને મિત્રોને પણ ભારે આઘાત લાગ્યો હતો. જોકે, દિવંગત અભિનેતા સતીશનો એક એવો મિત્ર પણ છે જે તેમને હંમેશા યાદ કરે છે. અમે વાત કરી રહ્યા છીએ અનુપમ ખેરની જેમણે સતીશ કૌશિકની જન્મજયંતિ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલીક તસવીરો અને અનસીન પળોની ઝલક જોઈ શકાય છે.

અનુપમ ખેરે સતીશ કૌશિકને કર્યા યાદ 

આજે દિગ્દર્શક અને અભિનેતા સતીશ કૌશિકની જન્મજયંતિ છે. આ ખાસ અવસર પર દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તેમના મિત્ર સતીશ કૌશિક માટે એક ખાસ અને ભાવુક કરી દે એવી પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં તમે સતીશ કૌશિક અને અનુપમ ખેરની મીઠી અને ખાટી યાદો જોશો, જેને જોઇને તમારી આંખો ભીની થઈ જશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

સતીશ કૌશિક-અનુપમ ખેરની ખાસ ક્ષણો 

અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ વીડિયોમાં દિવંગત અભિનેતા અને તેની સાથે અનુપમ ખેરની ઘણી તસવીરો છે. અનુપમે સતીશને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક લાંબી નોટ પણ લખી અને લખ્યું, 'હેપ્પી બર્થડે માય ડિયર #સતીશ! તમે જ્યાં પણ હોવ ત્યાં ભગવાન તમને બધી ખુશીઓ આપે. મારા માટે, તમે હંમેશા મારી સાથે છો... તમે તસવીરોમાં, વાતચીતમાં, જ્યારે હું એકલો હોઉં ત્યારે, જ્યારે હું લોકોની સાથે હોઉં, દરેક જગ્યાએ અને દરેક સમયે મારી સાથે હોવ છો.'

વધુ વાંચો: 'તે આત્મહત્યા નહોતી...', કમલ સદાનાએ ખોલ્યું દિવ્યા ભારતીના મોતનું રહસ્ય, જુઓ શું કહ્યું

અનુપમ ખેરનું વર્કફ્રન્ટ

અભિનેતા અનુપમ ખેર કંગના રનૌતની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. તેમણે પોસ્ટ કરીને તેમના નિર્દેશક પ્રોજેક્ટ વિશે અપડેટ શેર કરી છે. તેમાં લખ્યું છે, '#TanviTheGreat વિશે અપડેટ અમે અમારા શૂટ #Day34 પર છીએ. શૂટિંગ સારી રીતે ચાલી રહ્યું છે. નજર ના લાગે. મેં તમારા બધા સારા સૂચનોનો માન્યા છે. મને તમારા સાથે હોવાનો એહ્સાહ થાય છે, તમારા ફોન કોલ્સ, તમારી વાતો, આપણી ગપસપનાં સેશન અને તમારું સેન્સ ઓફ હ્યુમર યાદ આવે છે! લવ યુ ફોરએવર, મારા મિત્ર.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anupam Kher Satish Kaushik Satish Kaushik birth anniversary અનુપમ ખેર સતીશ કૌશિક સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ