બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:30 AM, 13 April 2024
90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti) એ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. તે દિવસોમાં શ્રીદેવીની બોલબાલા હતી અને તેના સ્ટારડમને સ્પર્ધા આપવી અને તેની સામે ટકવું કોઈ સામાન્ય વાત ન હતી. દિવ્યા અને શ્રીદેવીના ફીચર્સ એકસરખા દેખાતા હતા, જેના કારણે તેને તેમની બહેન પણ કહેવામાં આવતી હતી. દિવ્યા ભારતી સ્વર્ગસ્થ સુપરસ્ટાર શ્રીદેવીની નકલ પણ ખૂબ સારી રીતે કરતી હતી. આવી સ્થિતિમાં દિવ્યાના આમ અચાનક ચાલ્યા જવાથી ઈન્ડસ્ટ્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ. કહેવાય છે કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એવામાં હવે વર્ષો પછી તેના કો-એક્ટર રહી ચુકેલા કમલ સદનાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે તેને નથી લાગતું કે અભિનેત્રીએ આત્મહત્યા કરી હતી.
ADVERTISEMENT
કમલ સદાના તાજેતરમાં જ એક ટોક શોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી. આ દરમિયાન જયારે તેને અભિનેત્રી દિવ્યા ભારતી (Divya Bharti) ના મૃત્યુ અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે કમલે કહ્યું કે આ તેના માટે ખૂબ જ દુઃખદ હતું. અભિનેતાએ કહ્યું કે તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી હતી. કમલને તેની કંપની અને સાથે કામ કરવામાં ખૂબ મજા આવતી હતી. તે ખુશમિજાજી અને મજાક-મસ્તી કરનાર અભિનેત્રી હતી. એટલું જ નહીં, અભિનેતાએ કહ્યું કે દિવ્યા ખૂબ જ હિંમતવાન હતી.
ADVERTISEMENT
દિવ્યાના મૃત્યુ વિશે વધુ જણાવતા કમલે કહ્યું કે તે શ્રીદેવીની નકલ ખૂબ જ સારી કરતી હતી. અભિનેત્રીના મૃત્યુ પર તેને હજુ પણ વિશ્વાસ થતો નથી. તે તેના માટે ખૂબ જ આઘાતજનક સમાચાર હતા. અભિનેત્રીના મૃત્યુના 2-3 દિવસ પહેલા જ બંનેએ સાથે શૂટિંગ પૂરું કર્યું હતું. કમલને કોઈનો ફોન આવ્યો અને દિવ્યાના મૃત્યુની જાણ કરી તો તે વિશ્વાસ ન કરી શક્યા અને વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે શક્ય બની શકે.
આટલું જ નહીં, કમલ સદાનાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે દિવ્યા ભારતી (Divya Bharti) સાથે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે બધું બરાબર હતું. તે એકદમ ખુશ હતી. કમલે જણાવ્યું કે તે સમયે તે ટોચના કલાકારોમાં સામેલ હતી. તેની પાસે ફિલ્મોની લાઈન લાગી હતી. તે નથી માનતા કે અભિનેત્રીએ આત્મહત્યા કરી હશે. કમલ અને દિવ્યા વચ્ચે સારી મિત્રતા હતી. અભિનેત્રીએ થોડી રમ પીધી હતી. તેણે આત્મહત્યા નથી કરી. કમલ સદાનાએ અનુમાન લગાવ્યું કે તે ગમે-તેમ કૂદકા મારી રહી હશે કારણ કે તે એનર્જીમાં હતી અને લપસી ગઈ હશે. અભિનેતાનું માનવું છે કે નશામાં હોવાને તે લપસી ગઈ હશે અને હત્યાની વાતોને પણ ખોટી ગણાવે છે.
વધુ વાંચો: સોહેલ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, અંધારામાં ગર્લફ્રેન્ડને બદલે આ વ્યક્તિને કરી કીસ
તમને જણાવી દઈએ કે દિવ્યા ભારતી (Divya Bharti) અને કમલ સદાનાની જોડી છેલ્લે ફિલ્મ 'રંગ'માં જોવા મળી હતી. અભિનેત્રીના મૃત્યુ પછી જુલાઈ, 1993 માં આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી હતી. દિવ્યા ભારતીનું મૃત્યુ એપ્રિલ 1993માં થયું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.