બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Anti-India graffiti on Toronto's BAPS Swaminarayan temple , India raises issue with Canada

BIG NEWS / કેનેડાના સ્વામિનારાયણ મંદિરને ભારત-વિરોધી તત્વોએ પહોંચાડ્યું નુકસાન: હાઈકમિશને કડક શબ્દોમાં કરી કાર્યવાહીની માંગ

Published By: Parth

Last Updated: 08:09 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anti-India graffiti on Swaminarayan temple: દુનિયાભરમાં પ્રેમ-ભક્તિ અને શાંતિની ભાવના ફેલાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર પર કેનેડાના ઉગ્ર તત્વોએ કર્યું ભારત વિરોધી કૃત્ય

  • કેનેડાના સ્વામિનારાયણ મંદિર પર અસામાજિક તત્વોનું કૃત્ય 
  • મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ લખાયું 
  • સમગ્ર મામલે હિન્દુઓમાં ભારે રોષની લાગણી 
  • ભારતે પણ સત્તાવાર રીતે સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી 

શું છે સમગ્ર ઘટના? 
કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને કેટલાક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટોરન્ટોમાં આવેલા આ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યા જે બાદ સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. ( graffiti on walls of Toronto's BAPS Swaminarayan Mandir ) સમગ્ર મામલે કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી હતી ત્યારે આ મામલે ભારતે પણ સત્તાવાર રીતે પોતાની વાંધો ઉઠાવ્યો છે અને કેનેડાની સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 

ભારતીય હાઈકમિશને મામલા પર ટ્વિટ કર્યું 
કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સમગ્ર મામલો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 

વીડિયો થઈ રહ્યા છે વાયરલ 
નોંધનીય છે કે કેનેડામાં Brampton South ના સાંસદ સોનિયા સીધુએ સૌથી પહેલા આ મુદ્દે ખૂલીને અવાજ ઉઠાવ્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે આપણે એક બહુ-સાંસ્કૃતિક અને વિવિધ સંપ્રદાયને માનતા સમાજની વચ્ચે સુરક્ષાની સાથે રહીએ છીએ, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. 

નોંધનીય છે કે સમગ્ર મામલે હાલ તો સોશ્યલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં ભીંત પર ખાલિસ્તાની લખાણ લખવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. 

શું કરી રહ્યું છે તંત્ર? 
Brampton ના મેયરે પણ સમગ્ર ઘટના સામે નિંદા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની નફરતને કેનેડામાં કોઈ સ્થાન જ નથી, આશા રાખીએ વહેલા વહેલી તકે ન્યાય કરવામાં આવશે. 

'આ પહેલીવાર નથી'
મૂળ ભારતીય કેનેડાના વધુ એક સાંસદ ચંદ્રા આર્યાએ તો ત્યાં સુધી કહ્યું કે આ તો કોઈ પહેલીવારની ઘટના નથી, ભૂતકાળમાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાને લેવામાં આવી રહ્યા છે, તેમણે કહ્યું કે સ્વામિનારાયણ મંદિર પર કેનેડાના ખાલિસ્તાનીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની સૌ કોઈએ નિંદા કરવી જોઈએ. આ પહેલીવાર નથી કે હિન્દુ મંદિરને નિશાને લેવામાં આવ્યા હોય, આ પહેલા પણ મંદિરો સામે હેટ ક્રાઇમ કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BAPS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ