બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / anil mishra first pradhan yajman all ram mandir pre consecration rituals

અયોધ્યા મંદિર / રામજીની કૃપા ઉતરી ગઈ આ કપલ પર, PM મોદીની પહેલા બન્યાં મુખ્ય યજમાન, વિધિ કરાવી

Hiralal

Last Updated: 10:44 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના કપલ ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષાને પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં મુખ્ય યજમાન બનાવાયા છે.

  • ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા પર ભગવાન રામની કૃપા
  • પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં બન્યા મુખ્ય યજમાન
  • ડોક્ટર અનિલ મિશ્રાએ રામ મંદિર આંદોલનમાં લીધો હતો ભાગ 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ દિવસે મંદિરમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ શરુ થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિમાં મુખ્ય યજમાન એક કપલ બન્યું છે. યજમાન બનેલું કપલ ડોક્ટર અનિલ મિશ્રા અને તેમની પત્ની ઉષા મિશ્રા છે. 
રામ મંદિર આંદોલનમાં અનિલ મિશ્રાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. મંદિરના મુખ્ય પૂજારી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે કહ્યું કે 22મી જાન્યુઆરીએ પીએમ મોદી મુખ્ય યજમાન રહેશે.

કોણ છે અનિલ મિશ્રા?
અનિલ મિશ્રા સરકાર દ્વારા નિયુક્ત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. અયોધ્યાના રહેવાસી ડો.મિશ્રા છેલ્લા ચાર દાયકાથી શહેરમાં પોતાનું હોમિયોપેથિક ક્લિનિક ચલાવી રહ્યા છે. તેમનો જન્મ યુપીના આંબેડકર નગર જિલ્લામાં થયો હતો. થોડા વર્ષો પહેલા તેઓ ઉત્તર પ્રદેશ હોમિયોપેથીક બોર્ડના રજિસ્ટ્રાર અને ગોંડાના જિલ્લા હોમિયોપેથીક અધિકારીના સત્તાવાર પદ પરથી નિવૃત્ત થયા હતા. આર.એસ.એસ.ના સક્રિય સભ્ય તરીકે તેમણે કટોકટીનો વિરોધ કર્યો હતો.
1981માં તેમણે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીની ડિગ્રી મેળવી હતી. અનિલ મિશ્રાનો આરએસએસ સાથે જૂનો સંબંધ છે. તેમણે રામ મંદિર આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

પત્ની સાથે હવનમાં લીધો ભાગ 
મંગળવારે પ્રિ-પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થતાં જ મુખ્ય યજમાન તરીકે ડો.મિશ્રાએ સરયૂ નદીમાં ડુબકી લગાવી હતી અને ત્યારબાદ વ્રત શરૂ કરતા પહેલા પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, ગાયનું છાણ, ગૌમૂત્ર) લીધું હતું. ત્યારબાદ તેમણે અનન્સ, સંકલ્પ, કર્મકુટી પૂજા કરી. આ પછી તેણે અને તેની પત્નીએ હવન કર્યો હતો. બુધવારે ડો.મિશ્રા અને તેમની પત્નીએ કળશ પૂજન કર્યું હતું, ત્યારબાદ સરયુ નદીમાંથી વાસણોમાં પાણી ભરીને જ્યાં વિધિ કરવામાં આવી રહી છે ત્યાં લઈ જવામાં આવી હતી. બીજા દિવસે ભગવાન રામલલાની મૂર્તિને મંદિર પરિસરના પ્રવાસે લઈ જવામાં આવી હતી. પવિત્રતા પૂર્વે વિધિના બીજા દિવસે મંદિરમાં જળયાત્રા, તીર્થ પૂજા, બ્રાહ્મણ-બટુક-કુમારી-સુવાસિની પૂજા, વર્ધિની પૂજા, કળશ યાત્રા અને મૂર્તિ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં કુલ 121 પૂજારીઓ ધાર્મિક વિધિ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ