બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Anant Radhika Wedding VIDEO: Mukesh-Nita Ambani won hearts with acting, said there is only one don in my life

અનંત-રાધિકા પ્રી-વેડિંગ / VIDEO: મુકેશ-નીતા અંબાણીએ એક્ટિંગથી જીત્યા દિલ, કહ્યું મારી જિંદગીમાં એક જ ડોન છે અને એક જ રહેશે, જુઓ વીડિયો

Megha

Last Updated: 10:07 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના છેલ્લા દિવસનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી નીતા અંબાણીને ઘરના ડોન કહે છે.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની પૂરી થઈ ગઈ છે. પ્રિ-વેડિંગ સેરેમનીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફંક્શનનો છેલ્લો દિવસ હતો અને આ પ્રસંગે અંબાણી પરિવારના તમામ લોકોએ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું પરંતુ નીતા અને મુકેશ અંબાણીએ મોટાભાગની લાઇમલાઇટ લૂંટી હતી.  

આ ફંક્શનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુકેશ અંબાણી ડોન ફિલ્મની ધૂન પર ગોગલ્સ પહેરીને બેઠા છે અને ત્યાર બાદ નીતા અંબાણી આવે છે અને કહે છે 'મુકેશ, ચાલો અનંતના સંગીત પર જઈએ. આ પછી બધાને ખબર પડે છે કે 'નીતા અંબાણી અંબાણી પરિવારની અસલી ડોન છે. 

આ વાયરલ વીડીયોમાં જોવા મળે છે કે મુકેશ પોતાને ડોન ગણાવે છે પણ નીતા આવતા જ તેની બધી ડોનગીરી જતી રહે છે. નીતા કહે છે ચાલો જલ્દી જઈએ...આપણે આપણા દીકરાના સંગીતમાં જવાનું છે. જે બાદ મુકેશ કહે છે કે અમારા ઘરમાં એક જ ડોન છે અને તે છે નીતા અંબાણી, તે ડોન હતી અને હંમેશા રહેશે. વીડિયો જોઈને સ્પષ્ટપણે કહી શકાય છે કે અંબાણીના ઘર હોય કે શાહરૂખનું ઘર, દરેક જગ્યાએ પત્નીઓનું રાજ છે અને મુકેશ પણ પત્ની નીતા સામે બોલી નથી શકતાં. 

પ્રી-વેડિંગ સેરેમનીના બીજા દિવસે મુકેશ અને નીતા અંબાણીએ એવરગ્રીન ક્લાસિક પ્યાર હુઆ ઇકરાર હુઆ ગીત પર ડાન્સ કર્યો હતો. મુકેશે કુર્તા-પાયજામામાં અને નીતાએ અદભૂત ગોલ્ડન સાડીમાં ડાન્સ કર્યો હતો.તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. 

વધુ વાંચો: VIDEO: પહેલા મહાઆરતી પછી રાધિકાની એન્ટ્રી, અનંત અંબાણીએ પકડ્યો હાથ... જુઓ જશ્નના છેલ્લા દિવસના દ્રશ્યો

જાણીતું છે કે અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, દિલજીત દોસાંઝ, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે સ્ટેજ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, માધુરી દીક્ષિત, વરુણ ધવન, અનિલ કપૂર, સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Pre wedding video Anant Radhika Wedding Anant Radhika pre-wedding Mukesh Ambani-Nita Ambani video Mukesh and Nita Ambani નીતા અંબાણી અને મુકેશ અંબાણી Anant Radhika Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ