બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીના કેસમાં નીકળ્યું ISIS કનેક્શન, એજન્સીઓ દોડતી થઇ ગઇ

ખુલાસો / હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીના કેસમાં નીકળ્યું ISIS કનેક્શન, એજન્સીઓ દોડતી થઇ ગઇ

Last Updated: 12:50 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મૌલાનાની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજસ્થાનનાં બિકાનેરમાંથી અબુબકરની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિકાનેરમાંથી ઝડપેલ યુવકની પૂછપરછ હાથ ધરતા મોટો ખુલાસો થવા પામ્યો હતો.

રાજસ્થાનનાં બિકાનેરમાંથી અબુબકરની ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અબુબકરની પૂછપરછ કરતા તેનાં તાર ISIS સુધી જોડાયા હોવાની શક્યતા છે. તેમજ આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. અબુબકર હનીટ્રેપનો શિકાર બન્યો હતો કે પછી અન્ય કોઈ લાલચ આપવામાં આવી હતી. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય કોઈ યુવાનો પણ હનીટ્રેપનો શિકાર બન્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

surat maulana

પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

વધુ વાંચોઃ તા. 25થી 27 ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગનું એલર્ટ, તો રાહત ક્યારે, જુઓ મેપ Photos

મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime Branch Surat Maulvi Rajasthan Bikaner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ