બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An atmosphere of terror was created after stone pelting in Khedana Thasra, the primary school in front of the madrasa was deserted.

તોફાની તત્વો / ખેડામાં અજંપો: મદરેસા પરથી મળી આવ્યા પથ્થર, શાળાઓ ખાલીખમ, SP-DySP સહિત 150 પોલીસનો કાફલો તૈનાત

Dinesh

Last Updated: 04:51 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda News: ખેડાના ઠાસરામાં પથ્થરમારા બાદ દહેશતનો માહોલ સર્જાયો છે, મદરેસાની સામે આવેલી પ્રાથમિક શાળા ખાલીખમ જોવા મળી છે

  • ખેડાના ઠાસરામાં બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત 
  • 1 SP, 1 DySP, 4 PI 24 PSI સહિત કુલ 150 પોલીસકર્મી ખડેપગે 
  • મદરેસામાં પહેલાથી જ જૂના બાંધકામના પથ્થરો હોવાનું અનુમાન


Kheda News: ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર ગઈકાલે પથ્થરમારો થયો હતો અને બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અત્રે જણાવી દઈએ કે, શિવજીની યાત્રા પર પથ્થરમારા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  પથ્થરમારા મામલે 3 અલગ અલગ FIR નોંધાઈ છે. તેમજ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. 1 હજાર 500થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 17 લોકો સામે નામ જોગ સહિત 70 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બીજી ફરિયાદમાં 7 નામજોગ સાથે 50 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. અન્ય આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે. 

મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે.  પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો
ખેડાના ઠાસરામાં બીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.  1 SP, 1 DySP, 4 PI 24 PSI સહિત કુલ 150 પોલીસકર્મી ખડેપગે છે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબુમાં છે તેમજ પોલીસ તપાસમાં પથ્થરમારા અંગે કેટલાક અનુમાન પણ સામે આવ્યા છે. મદરેસામાં પહેલાથી જ જૂના બાંધકામના પથ્થરો હોવાનું અનુમાન છે. 

પ્રાથમિક શાળા ખાલીખમ જોવા મળી
ખેડાના ઠાસરામાં પથ્થરમારા બાદ દહેશતનો માહોલ સર્જાયો છે. મદરેસાની સામે આવેલી પ્રાથમિક શાળા ખાલીખમ જોવા મળી રહી છે. પ્રાથમિક શાળાના મેદાનમાં ગઈકાલે તોડફોડ થઈ હતી. પથ્થરમારા બાદ ઠાસરામાં અજંપાભરી સ્થિતી યથાવત જોવા મળી રહી છે. શાળામાં ધોરણ 1થી 8ના 243 વિદ્યાર્થીઓ શાળાએ ન આવ્યા તેમજ શાળામાં આવેલા 10 વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઇ ગયા હતાં. દહેશતના માહોલ વચ્ચે આજે શાળા બંધ કરવાની ફરજ પડી હતી

ધરપકડ થયેલાના નામ 
સૈયદ નિયાઝઅલી મહેબુબઅલી
પઠાણ ઈમરાનખાન અલીખાન
સૈયદ ઈર્શાદઅલી કમરઅલી
સૈયદ શકીલ અહેમદ આસીફઅલી
મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં
સૈયદ મહંમદઅમીન મનસુરઅલી
સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી
તોહીદ પઠાણની ધરપકડ 
શોબીન પઠાણ
કાસીમ પઠાણ
માનાની ધરપકડ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ