બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amzing benefits of eating halim seed daily

ફાયદાકારક / સેક્સુઅલ પાવર વધારવાથી લઈ અઢળક ફાયદા આપે છે આ 1 સુપરફૂડ, બસ રોજ અડધી ચમચી ખાઓ

Noor

Last Updated: 03:24 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કોરોના વાયરસને કારણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે અને ગમે તેમ કરીને ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા અને હેલ્ધી રહેવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આજે અમે તમને એવા સુપરફૂડ વિશે જણાવીશું, જેને રોજ સવારે ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળશે. આ સુપરફૂડ છે હલીમ સીડ્સ એટલે કે અસાલિયાના બીજ. આમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન એ, સી, ઈ, પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ અને ફાયબર હોય છે. તો ચાલો જાણી લો આના ફાયદા અને તેને ખાવાની રીત.

  • રોજ ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ
  • વિચારી નહીં શકો એટલા ફાયદા શરીરને આપશે
  • મહિલાઓ માટે પણ ખૂબ જ લાભકારી છે આ સીડ્સ

આ બીજની તાસીર થોડી ગરમ હોય છે. જેથી ઉનાળામાં તેને ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું. તમે રોજ 1/4 ચમચી હલીમ સીડ્સ રાતે પાણીમાં પલાળી સવારે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને આ ડ્રિંક પી શકો છો. તમે આ ડ્રિંક સાંજે પણ પી શકો છો. પણ ધ્યાન રાખવું જ્યારે પણ આ સીડ્સનો ઉપયોગ કરો તેને 5-6 કલાક પાણીમાં પલાળી દેવા.  તેને ડાયટમાં સામેલ કરવાથી  વજનને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ તે રોગો સામે લડવાની તાકાત વધારે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો પણ હોય છે.

આ સાથે જ જે મહિલાઓને પીસીઓડીની સમસ્યા હોય, હોર્મોનલ પ્રોબ્લેમ હોય તેમના માટે પણ આ સીડ્સ ખૂબ જ લાભકારી છે. સાથે જ આ સીડ્સ ખાવાથી સેક્સ પાવર પણ વધે છે અને ફર્ટિલિટીમાં પણ વધારો છે. આ મહિલા અને પુરૂષો બંનેને ફાયદો આપે છે. 

હલીમ સીડ્સ મૂડ સારો કરે છે. બ્રેનમાં ઓક્સીજન વધારે છે, ફોલિક અને ફાયબરથી ભરપૂર આ સીડ્સ વેટ લોસ ડ્રિંક્સ જેમ કે કોકોનટ વોટર અને મિલ્ક, લો કેલરી ડિશેઝમાં પણ સામેલ કરવાની સલાહ આપી.

હલીમ સીડ્સના ફાયદા

હલીમ સીડ્સમાં કેલ્શિયમ, વિટામિન એ, સી, ઈ, પ્રોટીન, ફોલિક એસિડ અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. તેમાં રહેલું પ્રોટીન પેટ ભરેલું રાખે છે અને હંગર હોર્મોનને કંટ્રોલ કરે છે. જેથી તમે ઓવરઈટિંગથી બચી શકો છો. 

તેમાં રહેલું પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે સલાડમાં હલીમ સીડ્સને સામેલ કરો તો તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. તેમાં રહેલું ફાયબર પચાવવામાં સમય લાગે છે જેથી તે લાંબા સમય સુધી પેટમાં રહે છે અને અન્ય ફેટવાળા ખોરાકથી દૂર રહેવામાં મદદ કરે છે.

ડ્રિંક્સ અને ડિશેઝમાં કરો સામેલ

હલીમ સીડ્સમાં ફેટ નહિવત્ હોય છે. જેથી તમે તેને તમારી વેટલોસ ડાયટમાં સામેલ કરી શકો છો. આ સુપર હેલ્ધી દેશી બીજનું નિયમિત રીતે ડ્રિંક્સ અને ડિશેઝમાં સામેલ કરવાથી તમે જલ્દી વજન ઘટાડી શકો છો.

અન્ય ફાયદા

હલીમ સીડ્સને ડાયટમાં સામેલ કરવાથી સ્કિન હેલ્ધી રહે છે, એનિમિયાના દર્દીઓ માટે પણ આ સીડ્સ બેસ્ટ છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે. કફ, વિટામિન સી ડેફિસિયન્સી, કબજિયાત, વોટર રીટેન્શનસ, ઈમ્યૂનિટી વધારવા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તે કેન્સર સામે રક્ષણ કરે છે, પીરિયડ્સને રેગ્યુલર રાખે છે, મેમરી પાવર વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Best Food Fertility Healthy Food PCOD Superfood Thyroid Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ