બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:30 PM, 10 January 2025
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે ચેન્નઈમાં આવેલી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વંદે ભારત રેક, અમૃત ભારત ટ્રેનના ડબ્બા અને વિસ્તાડોમ ડાઈનિંગ કારનું નિરીક્ષણ કર્યું.
ADVERTISEMENT
મિડલ ક્લાસ માટે બનાવી અમૃત ભારત ટ્રેન
રેલ મંત્રીએ કહ્યું, "અમૃત ભારત ટ્રેનને વિશેષ રૂપે આપણા લો ઇન્કમ વર્ગના પરિવારો માટે ડિઝાઇન કરવામાં આવી છે. ગત વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી મોદીએ બે ટ્રેન લોન્ચ કરી હતી. તેના અનુભવના આધાર પર અમૃત ભારતનું વર્ઝન-2 ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા નવા ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે."
ADVERTISEMENT
🚆 Amrit Bharat Version 2.0: affordable and superior rail travel 🛤️
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 10, 2025
🧵A quick dive into the upgraded features👇 pic.twitter.com/EQ9CO2X1sL
ટ્રેનમાં મળશે આ સુવિધા
તેમણે વધુમાં કહ્યું, "અમૃત ભારતના વર્ઝન-2માં કપ્લીંગ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય પેન્ટ્રી કાર બનાવવામાં આવી છે અને બર્થ્સની ડિઝાઇન સંપૂર્ણ રીતે ચેન્જ કરવામાં આવી છે. સાથે જ એર વિન્ડોની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. આ સિવાય ટ્રેનમાં મોબાઈલ હોલ્ડર, ચાર્જિંગ પોઈન્ટ, વિન્ડોને ખોલવા બંધ કરવા પર પણ ધ્યાન આપ્યું છે."
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'વંદે ભારતમાં પહેલાથી આ સુવિધા છે. એટલા માટે વંદે ભારતની રીતે જ અમૃત ભારતને પણ ડિઝાઇન કરવામાં આવી રહી છે. આપણી સરકારનું પૂરું ફોકસ ગરીબ અને મિડલ ક્લાસ પરિવાર પર છે, જે આ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે."
વધુ વાંચો: હોટલના કારીગરની ગંદી કરતૂત કેમેરામાં કેદ, થૂંક નાખીને રોટી બનાવતા વીડિયો વાયરલ
130 કિમીની ઝડપે દોડશે અમૃત ભારત
અમૃત ભારત ભારતીય રેલવે દ્વારા સંચારિત એક સુપરફાસ્ટ એક્સેસ ટ્રેન છે. આ એક સ્લીપર ટ્રેન છે, આ પુશ-પુલ ટેકનિક પર આધારિત ટ્રેન છે. એટલા માટે બંને બાજુ ઇલેક્ટ્રિક એન્જિન લાગેલા છે, જેમાં 22 કોચ છે. અમૃત ભારતની ઝડપ 130 કિમી પ્રતિ કલાક છે. એક વાર કુલ 1834 યાત્રી પ્રવાસ કરી શકે છે. આ સિવાય ટ્રેનના બધા જ કોચમાં CCTV પણ લગાવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.