ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VIDEO : અમરેલીમાં જમાઈએ ધારિયાથી સાસુનું ગળું કાપી નાખ્યું, માતા સંસારમાં આગ ચાંપતીતી
Last Updated: 07:25 PM, 6 December 2024
ADVERTISEMENT
પતિ સાથે ઝગડે પછી પત્ની પિયરની વાટે ચાલી નીકળતી હોય છે પરંતુ પત્નીના વારંવાર ચાલી જવાની સજા પત્નીને નહીં પરંતુ સાસુને મળી કારણ કે જમાઈએ સાસુની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
બેસણામાંથી પકડાયો હત્યારો
ADVERTISEMENT
અમરેલીના જસવંતગઢ પ્રભા તરૈયા નામની મહિલાની તેના સગા જમાઈ નયન જોશીએ ધારિયાથી હત્યા કરી નાખી હતી. ઘટનામાં એક પણ સીસીટીવી નહોતા તેથી આરોપીને પકડવાનો સૌથી મોટો પડકાર હતો. આથી અમરેલી પોલીસે હત્યારાને પકડવા માટે 200 કર્મીઓની 14 ટીમ બનાવી હતી. હાઇવે અને આજુબાજુના ગામડાઓના CCTVની તપાસમાં કંઇ ખાસ હાથ લાગ્યું ન હતું..જો કે હત્યાના દિવસે એક CCTVમાં દેખાયેલી બાઇક બેસણામાં દેખાતાં પોલીસને શંકા ગઇ..આ બાઇક મૃતક મહિલાના જમાઇ નયન જોશીની હતી. પોલીસે નયનની કડક પૂછપરછ કરતાં તેણે સાસુની હત્યાનો ગુનો કબૂલી લીધો.
આરોપી નયને શું ખુલાસો કર્યો
ADVERTISEMENT
સાસુની હત્યા કરનાર શખ્સ નયને એવું કહ્યું કે પત્ની વારંવાર પિયર જતી રહેતી હતી અને આ કેસમાં સાસુ તેને મદદ કરતાં હતા. સાસુ તેનું ઘર સુખેથી ચલાવા દેતા નહોતા. આથી કંટાળીને તેણે સાસુની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
કેવી રીતે કરી હત્યા
ADVERTISEMENT
આરોપી નયન મારવાનું કાવતરું ઘડીને શેરડી કાપવાનું ધારીયું થેલીમાં લઇ બાઇકથી પોતાની સાસરી જશવંતગઢ આવ્યો હતો અને ધારિયું મારતાં સાસુનું ગળું કપાઈ ગયું હતું. હત્યા બાદ નયન ફરાર થઈ ગયો હતો.
નયન જોશીની કરી ધરપકડ
ADVERTISEMENT
પોલીસે જૂનાગઢના જાંબુડા ગામના આરોપી નયન જોશીની સાસુની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરી છે. પ્રભા તરૈયા નિવૃત્ત શિક્ષકના પત્ની હતા અને દીકરીને જાબુડા ગામના નયન જોશી સાથે 11 વર્ષ પહેલાં પરણાવી હતી જોકે લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા થયાં હતા અને આને કારણે પત્ની વારંવાર પિયર ચાલી જતી હતી. માતા પણ તેને સપોર્ટ કરતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ