બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Amreli Savarkundla village ingoriya war tradition unique Diwali celebration in gujarat
ADVERTISEMENT
હાલ ઈંગોરીયાનાં ઝાડ ઓછા થઈ જતાં દોરા માટેનાં નાના કોકડામાં દારૂખાનું ભરી ઈંગોરીયા યુધ્ધની પરંપરા ચાલુ રખાઈ છે. ઈંગોરીયાની લડાઈમાં સામાન્ય ઈજાઓ અને નુકસાની થાય છે પણ ખેલૈયાઓને આ રમતનો આનંદ એ ઈજાઓ વિસરાવી દે છે.
ઈંગોરિયાનાં ઝાડ પરથી ઈંગોરીયા તોડીને બને છે ઈંગોરીયા
સાવરકુંડલામાં નાવલી નદીનાં બંને કાંઠે આવેલા સાવર અને કુંડલાનાં રહીશો ઈંગોરીયાની લડાઈ રમી નિર્દોષ આનંદ માણે છે. દિવાળીનાં તહેવાર પહેલા એક માસ અગાઉ યુવાનો સીમમાં આવેલ ઈંગોરીયાનાં ઝાડ ઉપરતી ઈંગોરીયા તોડી લાવે છે. ઈંગોરીયાનાં ઝાડ બહુ મોટા નથી હોતા.
ADVERTISEMENT

કેવી રીતે બનાવે છે ઈંગોરીયા
આઠથી દશ ફુટનાં ઝાડમાંથી ઈંગોરીયા તોડી તેને સુકવી દેવામાં આવે છે. સુકાઈ ગયા બાદ છાલ કાઢી કાણું પાડીને તેમાં ગંધક સુરોખાર દારૂ ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. ત્યારબાદ પથ્થરનાં ભુક્કાથી કાણું બુરી દેવામાં આવવા બાદ સુકવવામાં આવે છે. આવી રીતે હજારો ઈંગોરીયા તૈયાર કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઈંગોરીયાના ઝાડ ઘટી જતા હવે કોકડા બનાવાય છે
હાલ ઈંગોરીયાનાં ઝાડ ઓછા થઈ જતાં પુરતાં ઈંગોરીયાના અભાવે કોકડાનો સહારો લેવામાં આવે છે. કોકડામાં દારૂખાનું ભરી સળગાવી એક બીજા ઉપર ફેંકવામાં આવે છે. હાલનાં સમયમાં કોઈ માથાકુટ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે

ADVERTISEMENT
દિવાળીની રાતે જામે છે યુદ્ધ
દિવાળીની રાતે થેલા ભરીને બે જૂથો સામ સામાં એક બીજા ઉપર સળગતાં અને ફુવારા જેવી આગ ઓકતાં ઈંગોરીયાં ફેંકી ચિચિયારીઓ સાથે એક બીજા જુથને હરાવવા નિર્દોષ હોડ જામે છે. આ ઈંગોરીયા સળગાવવા માટે કાથીની વાટનો ઉપયોગ આપવામાં આવે છે.
ઈંગોરીયા યુધ્ધમાં ઈંગોરીયાને સળગાવી ફેંકવામાં આવતાં રોકેટની જેમ ફુવારા સાથે દૂર દૂર સુધી જાય છે. પરંતુ સળગતાં ઈંગોરીયા માથે પડવાથી કપડામાં સામાન્ય નૂકશાની સિવાય કોઈ મોટી દુર્ઘટનાં સર્જાતી નથી. તેથી લોકો નિર્દોષ આનંદ સાથે ઈંગોરીયાની લડાઈ રમે છે. આ અનોખી લડાઈ જોવા દૂર દુરથી લોકો સાવર કુંડલા આવે છે અને ઈંગોરીયા યુધ્ધ જોઈ પોતે પણ રોમાંચથી ઝુમી ઉઠે છે.
ADVERTISEMENT
આલેખનઃ ગાયત્રી જોષી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.