બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / amitabh bachchan reveal about his father harivansh rai bachchan says i have no shame
ADVERTISEMENT
આ વાત બચ્ચને ગાંધી જયંતિના ખાસ એપિસોડ પર સમાજશાસ્ત્રી બિંદેશ્વર પાઠક સાથે એક બનાવ શેયર કરતા જણાવી. આ ઉપરાંત અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમની અટક બચ્ચન નથી, પરંતુ શ્રીવાસ્તવ છે.

ADVERTISEMENT
અમિતાભ બચ્ચને 'કોણ બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) દરમિયાન બિંદેશ્વર પાઠકને કહ્યું, ''મારી અટક 'બચ્ચન' કોઇ ધર્મ સાથે સંબંધિત નથી, કેમકે મારા પિતા તેના વિરોધી હતા. મારી અટક શ્રીવાસ્તવ છે, પરંતુ અમે તેમા ક્યારેય વિશ્વાસ કરતા નહોતા. મને એ વાતનો ગર્વ છે કે આ નામનો ઉપયોગ કરનાર હું ઘરમાં પહેલો સભ્ય છું.''

ADVERTISEMENT
વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને બાળપણનો એક બનાવ શેયર કર્યો. બિગ બીએ કહ્યું, '' જ્યારે હું કિન્ડરગાર્ડનમાં એડમિશન લઇ રહ્યો હતો ત્યારે મારા પિતાને અટક પૂછવામાં આવી હતી. જ્યારે પણ જન ગણતરીના સમયે કર્મચારી મારી પાસે આવે છે અને મને મારા ધર્મ વિશે પૂછે છે ત્યારે મારો જવાબ હોય છે કે, મારો કોઇ ધર્મ નથી. હું એક ભારતીય છું.''

ADVERTISEMENT
'કોન બનેગા કરોડપતિ' માં અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું, '' મને એ વાત કહેવામાં કોઇ શરમ નથી આવતી કે મારા પિતાએ પોતાની આસપાસ રહેતા લોકોને સન્માન આપ્યું છે. અમારા ત્યાં એક પરંપરા રહી છે કે સૌથી મોટા અને સન્માનિત વ્યક્તિના પગે રંગ લગાવી તેમને તહેવારની શુભેચ્છા પાઠવામાં આવે છે. મારા પિતા પણ એ લોકોના પગમાં રંગ લગાવતા હતા, જેમણે આ તહેવાર ઉજવતા પહેલા શૌચાલય સાફ કર્યું છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.