ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Amit Shah on rahul gandhi and ncp over Article 370 in Solapur Maharashtra

નિવેદન / 'શું કોંગ્રેસ ઇચ્છે છે કે ભારતમાં પાકિસ્તાની આંતકવાદીઓનું તાંડવ ચાલતુ રહે?': અમિત શાહ

Published By: Juhi

Last Updated: 08:36 AM, 2 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરી એક વખત કલમ 370 ને લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો.

ADVERTISEMENT

અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને NCPના નેતા શરદ પવાર મહારાષ્ટ્રની જનતાને સ્પષ્ટ કરે કે, કલમ 370 અને 35 A ને હટાવવા પર સમર્થન કેમ નથી કરતા? શું કોંગ્રેસ અને NCP ઇચ્છે છે કે, ભારતમાં પાકિસ્તાની આંતકવાદીઓના તાંડવ ચાલતા રહે?

 

 

અમિત શાહે કહ્યુ કે, ''નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કલમ 370 ને હંમેશા માટે હટાવી દેવામાં આવી છે. હવે જમ્મૂ-કાશ્મીર હમેશા માટે દેશનો એક  અભિન્ન અંગ છે. કાશ્મીરના વિકાસ માટે મોદીજીએ તમામ દરવાજા ખોલી દીધા છે. એકતા અને અખંડતાને લોખંડની જેમ મજબૂત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની તમામ કારતૂતો પર પાણી ફેરવી દીધુ અને આતંકવાદીઓને કહી દીધુ કે, હવે ત્યાં જ રહો આ તરફ આવવાની જરૂર નથી.''

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ''જમ્મૂ-કાશ્મીર પર રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન સંસદ કરે છે. જે રાહુલ ગાંધી બોલે છે તે જ પાકિસ્તાન બોલે છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, આ પ્રકારની વાતનો કરવાનો કારણ શું છે.''

કોંગ્રેસ અને NCP ના નેતાઓ ભાજપમાં શામેલ થવા પર અમિત શાહે કહ્યુ કે, ''જો ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે તો NCP અને કોંગ્રેસમાં શરદ પવાર અને પૃથ્વારાજ ચૌહાણ સિવાય કોઇ નહી રહે.'' અમિત શાહે આગળ કહ્યુ કે, કોંગ્રેસ અને NCP લોકતંત્રમાં માનતી નથી, આ બંને પરિવારવાદમાં માને છે. કોંગ્રેસ પાર્ટી અને NCP નું નેતૃત્વ જોઇ લો, પરિવાર જ છે.''

સંકળાયેલા મુદ્દાઓ

BJP amit shah national rahul gandhi Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ