બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહના હસ્તે વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ, નરસિંહ મહેતા સરોવર નામ અપાયું, 1 જાન્યુ.થી ઓપન
Last Updated: 03:04 PM, 7 December 2025
વસ્ત્રાપુર તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ 10 કરોડના ખર્ચે રિનોવેશન બાદ ફરી નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે. વસ્ત્રાપુર તળાવનું નામ નરસિંહ મહેતા સરોવર રાખવામાં આવ્યું છે. હેરિટેજ થીમ પર તળાવનું નવીનીકરણ થયું છે.
ADVERTISEMENT
1 જાન્યુઆરી થી નાગરિકો માટે તળાવ ખુલ્લું મુકાશે
1 જાન્યુઆરી થી નાગરિકો માટે તળાવ ખુલ્લું મુકાશે. તળાવની એન્ટ્રી ફી રૂપિયા 10 નક્કી કરવામાં આવી છે. તળાવમાં આવતું પાણી ટ્રીટ કરવા બાયોરેમેડિઝ પ્લાન્ટ પણ શરૂ કર્યો છે. બાયોરેમેડિઝ પ્લાન્ટ થી દુષિત પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભુજના વાડીમાં બોરમાં ફસાયેલ વ્યકિતનું મોત, ખુલ્લા બોરમાં ખાબક્યો હતો મજૂર
ADVERTISEMENT
થલતેજ વોર્ડમાં PM આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું
થલતેજ વોર્ડમાં PM આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યું. અમિત શાહે જણાવ્યું હતું કે, 861 પરિવારજનોને ઘરનું ઘર મળ્યું છે. બાંધકામનો જેટલો ખર્ચો છે એટલો જમીનનો ખર્ચો છે. આજુબાજુમાં જે બંગલા છે એ 20 કરોડની આસપાસના છે. તમામ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવી છે. આવનારી પેઢી સારું શિક્ષણ મેળવે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નવા ઘર માં તમે અને તમારા પરિવારજનો સારી રીતે રહો એવી શુભેરછાઓ પાઠવી હતી. અહીંયા આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.