બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભુજના વાડીમાં બોરમાં ફસાયેલ વ્યકિતનું મોત, ખુલ્લા બોરમાં ખાબક્યો હતો મજૂર
Last Updated: 11:42 AM, 7 December 2025
ભુજ નજીક કુકમા પાસે વાડી વિસ્તારમાં બોરમાં ફસાયેલ એક વ્યકિતનું મોત થયું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ મહત્વની વાત તો એ છે કે, બોરની બહાર નિકળે યુવાન તે પહેલા જ તેનું મોત થયું કતુ, ફાયર વિભાગ દ્વારા રેસ્કયું કામગીરી પણ કરાઈ હતી.
ADVERTISEMENT

ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈ નામના ખેડૂતની વાડી અંદર ખુલ્લાં બોરમાં ખેત મજૂર ખાબક્યો હતો. પરપ્રાંતીય યુવક બોરમાં ફસાઈ જતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડનો 20 વર્ષીય યુવક 150 ફૂટ અંદર બોરમાં ફસાયો હતો.તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.
ADVERTISEMENT

તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, મહત્વની વાત તો એ છે કે, 9 કલાકના રેસ્ક્યું ઓપરેશન બાદ પણ યુવકનો જીવ બચી શકયો ન હતો અને બોરવેલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ AAP ધારાસભ્ય પર જૂતું ફેંકવાનો મામલો, કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
તો મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતક મૂળ પરપ્રાંતીય છે અને છૂટક મજૂરી અર્થે અહીયા કામ માટે આવ્યો હોવાની વાત સામે આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.