ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / amit shah and ministry is full active after omicron threat possibility of lockdown

એક્શન મોડ / ફરી લૉકડાઉન આવશે? ઓમિક્રૉન મુદ્દે અમિત શાહના મંત્રાલયે રાજ્યોને તાબડતોબ આપ્યા નિર્દેશ

Published By: Mayur

Last Updated: 02:32 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વધી રહેલા ઓમીક્રોન કેસ અને નજીકમાં જ આવી રહેલી તહેવારોની સિઝનને ધ્યાને લેતા હવે ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એક અડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • ભારતના 19 રાજ્યો અને દુનિયાના 116 દેશોમાં પહોંચ્યો ઓમીક્રોન
  • દુનિયા સહિત ભારત સરકારનું ટેન્શન વધી 
  • ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ

નવા વર્ષ અગાઉ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન દુનિયાને ડરાવી રહ્યો છે. ત્યારે ભારત સરકાર પણ સમયાનુસાર ઉચિત પગલાં લેવા માટે સફાળી જાગી છે. 

ગૃહ મંત્રાલયનો સ્પષ્ટ નિર્દેશ 
ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના સ્તરે કોરોનાનાં નવા વેરિયન્ટનો સામનો કરવા માટે જરૂરી તમામ પગલાં લે અને તૈયારી કરી રાખે. કેન્દ્ર તરફ્થી એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને જરૂરી પ્રતિબંધોનો નિર્ણય પણ લઈ શકે છે. 

ભારતના 19 રાજ્યો અને દુનિયાના 116 દેશોમાં પહોંચ્યો ઓમીક્રોન

દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ઓમિક્રોનનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જોતજોતામાં ઓમીક્રોન હવે 19 રાજ્યો સુધી પહોંચી ગયો છે અને દેશમાં આજ સુધીમાં 578 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમીક્રોન હજુ સુધીમાં 116 દેશો સુધી પહોંચી ગયો છે. 

સોમવારે જાહેર કરવામાં આવેલ એક લેટરમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ રાજ્ય જરૂરી તમામ પગલાં લે અને સતર્ક રહે. રાજ્ય સરકારોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ નવા વેરિયન્ટને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને આ વિષે માહિતી પણ આપે. 

તહેવારો નજીક્ છે અને એ દરમિયાન ભીડ થશે

ગૃહ મંત્રાલયનું કહેવાનું એમ પણ થાય છે કે તહેવારો નજીક્ છે અને એ દરમિયાન ભીડ થશે લોકોના ટોળા ઊમટે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. એવામાં જરૂરી પ્રતિબંધો લગાવવાની પણ છૂટ આપવામાં આવી છે. આવનાર સમય ન્યુ યર, હોળી, ઉત્તરાયણ, વગેરે તહેવારો આવશે અને તેના કારણે ઓમિક્રોન વધારે ફેલાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બજારો અને મોલ્સની કેટલીક તસવીરો સામે આવી રહી છે. જે ડરામણી છે કારણ કે ત્યાં આવી જંગી ભીડમાં કોરોનાનાં નવા વેરિયન્ટને આમંત્રણ આપવા જેવી સ્થિત થશે. 

કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી તમામ રાજ્યોને આ પત્ર લખવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે ઓમીક્રોનને ડેલ્ટા કરતાં 3 ગણો વધારે ઝડપથી વેરિયન્ટ હોવાનું કહેવામાં આવ્યું હતું અને તેને નવી ચેલેન્જ માનવામાં આવી રહી છે. 

ગૃહ મંત્રાલયના પત્રમાં લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું હતું કે કોરોના રોકવા માટે જે નિયમ બનાવવામાં આવશે તે ન માંનવા પર સેકશન 50 થી 61 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અનુસાર દંડનીય પગલાં લેવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Home Ministry omicron omicron advisory ઓમીક્રોન ગૃહ મંત્રાલય omicron advisory

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ