બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / વિશ્વ / American Ambassador Eric Garcetti praised India

નિવેદન / 'ભવિષ્ય જોવું હોય તો...', અમેરિકન રાજદૂતે કર્યા ભારતના ભરપેટ વખાણ, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 11:34 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Statement Latest News : અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ ભારતની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું કે, જો કોઈને દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો તેણે અહીં આવવું જોઈએ

America Statement : ભારત અને અમેરિકાના સંબંધોને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તાજેતરના દિવસોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ જોવા મળી હતી. અગાઉ યુએસ સ્ટેટ મિનિસ્ટ્રીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ફ્રીઝ કરાયેલા ખાતાઓને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અમેરિકાએ કહ્યું કે, ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ અને પાર્ટીઓ સામે થઈ રહેલી કાર્યવાહી પર તે સતત નજર રાખી રહ્યું છે. આ દખલગીરીના જવાબમાં ભારતે અમેરિકાને દૂર રહેવાની સલાહ આપી હતી. હવે ભારત પ્રત્યે અમેરિકાનું વલણ નબળું પડવા લાગ્યું છે. 

અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ ભારતની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જો કોઈને દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો તેણે અહીં આવવું જોઈએ. ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ ભારતની વિકાસ યાત્રાની પ્રશંસા કરતા કહ્યું છે કે જો કોઈને "ભવિષ્ય જોવું હોય" તો અહીં આવવું જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, જો તમારે ભવિષ્ય જોવું હોય તો ભારત આવો. જો તમારે ભવિષ્યને અનુભવવું હોય તો ભારત આવો. જો તમારે ભવિષ્ય પર કામ કરવું હોય તો ભારત આવો.  હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું.

યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ ભારત સાથેના દેશના સંબંધોની પ્રશંસા કરતા કહ્યું કે, ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે. સુલિવને અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત અને યુએસ વચ્ચેની ભાગીદારી, બ્રિક્સ દેશ, ટેકનોલોજી, સુરક્ષા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહયોગને કારણે નવી ઊંચાઈએ પહોંચી છે. 

તમને જણાવી દઈએ કે BRICS એ વિશ્વની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેના સભ્યો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત છે. સુલિવાનને પૂછવામાં આવ્યું હતું કે, શું ઈરાન, ઈજિપ્ત, યુએઈ અને ઈથોપિયાના બ્રિક્સમાં સામેલ થવાને કારણે અને સાઉદી અરેબિયા તેનો હિસ્સો બનવાને ધ્યાનમાં લઈને વિશ્વમાં યુએસ નેતૃત્વની સ્થિતિ નબળી પડી રહી છે. જવાબમાં સુલિવને કહ્યું, મને લાગે છે કે જો તમે વિશ્વના મુખ્ય ક્ષેત્રોમાં અમેરિકાની ભૂમિકા અને તેના સંબંધોને જોશો તો અમને અમારી સ્થિતિ સારી લાગે છે.

વધુ વાંચો: 112 વર્ષ પહેલા આજના દિવસે જ યાત્રાએ નીકળ્યું હતું Titanic, જુઓ 4 જ દિવસમાં કેવીરીતે પ્રથમ સફર બની ગઇ અંતિમ સફર

નાટો વિસ્તરણ અમેરિકા માટે ફાયદાકારક
સુલિસે કહ્યું, જો તમે નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) માં શું થયું છે તે જુઓ? અમે નાટોને પહેલા કરતા વધુ મોટું બનાવ્યું છે, જો તમે જુઓ કે આ અઠવાડિયે શું થઈ રહ્યું છે, યુ.એસ., જાપાન અને ફિલિપાઈન્સની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક થઈ રહી છે. જો તમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને જોશો તો તમે જોશો કે અમે માત્ર પરંપરાગત ભાગીદારો સાથે જ નહીં પરંતુ વિયેતનામ, ઈન્ડોનેશિયા, આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ)ના સભ્ય દેશો સાથે પણ અમારા સંબંધો કેવી રીતે મજબૂત કર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ