બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / 112 years ago on this day Titanic set off on its journey ship sank in the sea after four days

ટાઈટેનિક / 112 વર્ષ પહેલા આજના દિવસે જ યાત્રાએ નીકળ્યું હતું Titanic, જુઓ 4 જ દિવસમાં કેવીરીતે પ્રથમ સફર બની ગઇ અંતિમ સફર

Megha

Last Updated: 11:09 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 1912માં ટાઈટેનિક જહાજ એટલાન્ટીક મહાસાગરમાં ડૂબી ગયું હતું, જેમાં 2,200 લોકો હતા અને 1,500 લોકોના મૃત્યુ થયા હતા. સમુદ્રી ઈતિહાસમાં આ સૌથી મોટી દુર્ઘટના ગણવામાં આવે છે.

ટાઈટેનિકનું ડૂબવું એ વિશ્વની સૌથી મોટી દરિયાઈ ઘટનાઓમાંની એક છે. આ અઠવાડિયે તેના સમયના આ વિશાળ જહાજ ટાઈટેનિક સાથે થયેલા દુ:ખદ અકસ્માતના 112 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દરિયામાં ડૂબેલા આ જહાજ વિશે શોધ આજે પણ ચાલુ છે અને દરરોજ તેની સાથે જોડાયેલા સમાચારો સામે આવતા રહે છે.

10 એપ્રિલ, 1912ના રોજ, ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટનથી તેની પ્રથમ સફર માટે નીકળી હતી, પરંતુ કોણ જાણતું હતું કે આ પ્રથમ સફર તેની છેલ્લી હશે. માત્ર ચાર દિવસ પછી આઇસબર્ગ સાથે અથડાયાના કલાકો પછી જ આ જહાજ ડૂબી ગયું હતું અને આજે આ દુ:ખદ અકસ્માતના 112 વર્ષ પૂરા થયા છે. 

સમુદ્રી ઈતિહાસમાં આ દુર્ઘટનાને સૌથી મોટી દુર્ઘટના ગણવામાં આવે છે. વર્ષ 1912માં ટાઈટેનિક જહાજ એટલાન્ટીક મહાસાગરમાં ડૂબી ગયું હતું. આ જહાજમાં 2,200 લોકો સવારી કરી રહ્યા હતા, જેમાંથી 1,500 લોકોના મૃત્યુ થયા હતા. લાઈફબોટ્સની મદદથી માત્ર 700 લોકો બચી શક્યા હતા. 

નિષ્ણાતોનું માનવું છે કે ટાઇટેનિકનું ડૂબવું એક અકસ્માતને કારણે થયું હતું. જહાજ એક બર્ફીલા ખડક સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ જહાજની અંદર પાણી ભરાવા લાગ્યું. ટાઇટેનિક જહાજ દરિયામાં સીધું થઈને બે ફાડિયામાં વહેંચાઈ ગયું અને ડૂબી ગયું. કહેવાય છે કે 1985માં કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ નજીકના સમુદ્રમાં તેનો કાટમાળ જોવામાં આવ્યો હતો. 

સાથે જ લોકો વચ્ચે એ પણ ચર્ચાનો વિષય છે કે ટાઈટેનિક ડૂબ્યા બાદ એક રહસ્ય એ પણ હતું કે તેનો કાટમાળ કેમ ન પડ્યો અને તે શા માટે 75 વર્ષ સુધીની તેની જાણકારી ન મળી. મરિન એક્સપર્ટ અને દરિયાઈ શોધના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, એટલાન્ટિક 1 લાખ કિલોમીટર જેટલો ઊંડો હોવાની સંભાવના છે અને તેનો વ્યાપ ખૂબ મોટો છે. 1912ની સાલમાં ડૂબ્યા બાદ ટાઈટેનિક છેક ધીરે ધીરે 12,500 ફૂટની ઊંચે જતું રહ્યું હતું. તેના ડૂબ્યા બાદ તરત દુનિયાભરની બચાવ ટીમો તેના કાટમાળની શોધમાં લાગી હતી પરંતુ જમીન આસમાન એક કરવાં છતાં પણ સફળતા ન મળતાં આખરે શોધ બંધ કરી દેવાઈ, આ વાતને 75 વર્ષનો સમય વીતી ગયો અને 1985ની સાલમાં એક ફ્રાન્સ ઓશનોગ્રાફરે દરિયામાં ઊંડે જઈને ટાઈટેનિકનો કાટમાળ શોધી કાઢ્યો હતો. 

વધુ વાંચો: ડૂબતાં પહેલા પ્રવાસીઓએ શું ખાધું હતું? ટાઈટેનિક જહાજનું મેનુ કાર્ડ વાયરલ, કઈ આઈટમો હતી?

આ અકસ્માતમાં લગભગ 1500 લોકોના મોત થયા હતા અને થોડા દિવસ પહેલા આ જહાજ ડૂબવાની આગલી રાતે મુસાફરોને પીરસવામાં આવતા ભોજન સંબંધિત મેનુ કાર્ડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જણાવી દઈએ કે ટાઈટેનિકના ફૂડ મેનૂનું બ્રિટનમાં 84 લાખ રૂપિયાથી વધુમાં હરાજી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ ફૂડ મેનૂની છેલ્લી નકલ છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ