બ્રેકિંગ ન્યુઝ
વિશ્વનું સૌથી પ્રખ્યાત જહાજ ટાઇટેનિક 112 વર્ષ પહેલાં તેની પ્રથમ સફર દરમિયાન ડૂબી ગયું હતું. આટલા લાંબા સમય બાદ પણ આજે ટાઈટેનિકની નાનામાં નાની વાત પણ ચર્ચાનો વિષય બની રહી છે. 15 એપ્રિલ, 1912ના રોજ ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું જેમાં 1500 પ્રવાસીઓ પણ ડૂબી ગયાં હતા. જહાજ ડૂબી ગયાની આગલી રાત્રે મુસાફરોને પીરસવામાં આવતા ભોજનનું મેનુ કાર્ડ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
ADVERTISEMENT
Titanic 1st class menu vs 3rd class menu from April 14, 1912, the day before the Titanic sank. pic.twitter.com/RBDbfqfm2I
— Fascinating (@fasc1nate) April 3, 2024
ADVERTISEMENT
વધુ વાંચો : 700 લોકોને બચાવીને ટાઈટેનિક સાથે ડૂબી ગઈ આ ચીજ, કાટમાળના 33 ચક્કરમાં પણ ન કાઢી શકાઈ
પ્રથમ અને ત્રીજા વર્ગના પ્રવાસીઓનું શું પીરસાયું?
વાયરલ થયેલા કાર્ડમાં ટાઈટેનિકના પ્રથમ અને ત્રીજા વર્ગના પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલી ખાદ્ય ચીજો જોઈ શકાય છે. મેનુ કાર્ડમાં ચિકન, કોર્ન્ડ બીફ, શાકભાજી અને ફ્રાઈઝનો ઉલ્લેખ છે. તેમાં શેકેલા મટન, હેમ પાઇ, સોસેજ ચીઝ, ફળો અને લીલા શાકભાજીનો પણ સમાવેશ થાય છે. આ બધા ફક્ત પ્રથમ વર્ગના મુસાફરો માટે જ ઉપલબ્ધ હતા.
ટાઇટેનિકના ત્રીજા વર્ગના મુસાફરો માટે ભોજનની સૂચિમાં ઓટમીલ, દૂધ, બટાકા, હેમ, ઇંડા, બ્રેડ, બટર, જામ, ચા અને કોફીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ટાઇટેનિકના ફૂડ મેનુ કાર્ડની હરાજી ઘણા વર્ષો પહેલા યુકેમાં કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ટાઈટેનિક સાથે 1500 લોકોની જળસમાધિ
14 એપ્રિલ 1912ના રોજ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડથી 650 કિમી દૂર ઉત્તર એટલાન્ટિકમાં 2000થી વધુ પ્રવાસીઓને લઈને ડૂબેલા ટાઈટેનિક જહાજને લઈને વધુ એક રહસ્ય બહાર આવ્યું છે. હિમશીલા સાથે ભીષણ ટક્કર બાદ ટાઈટેનિક આકાશની દિશામાં સીધુ થઈને બે ફાડિયામાં વહેંચાઈ ગયું હતું અને દરિયામાં ધીરે ધીરે ડૂબતું છેક એન્ટલાન્ટિકની ઊંડાઈએ પહોંચી ગયું હતું. ડૂબ્યાના 73 વર્ષ બાદ 12,500 ફૂટની ઊંડાઈએ પડેલા ટાઈટેનિકના કાટમાળને લઈને નવી વાત જાહેર થઈ છે. ટાઈટેનિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1500 લોકોના મોત થયા હતા પરંતુ વૈજ્ઞાનિકોને ખરો સવાલ એ થઈ રહ્યો છે કોઈની લાશ કેમ ન મળી. ભલે ગમે તેટલા વર્ષો વહી ગયા પરંતુ થોડો ઘણો થોડો તો અણસાર મળે જ પરંતુ અહીંયા તો જાણે લાશો હવામાં ઓગળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટાઈટેનિક પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાન્ય રીતે લાશ પાણીમાં ઝાઝો સમય રહી શકતી નથી, તે તરીને તરત ઉપર આવી જતી હોય છે પરંતુ એકસામટા 1500 લોકોની લાશો કેમ તરીને દરિયામાં ન દેખાઈ, તેનું એક કારણ એ હોઈ શકે કે ડૂબ્યા બાદ ટાઈટેનિક ખૂબ ઊંડે લગભગ 12500 ફૂટ નીચે જતું રહ્યું અને આવી સ્થિતિમાં લાશ તરીને ન આવી શકે એટલે દરિયાઈ જીવાણુ, બેક્ટેરીયા તથા બીજા સમુદ્રી જીવોનું તે ભોજન બન્યું હોઈ શકે છે.
ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરિન પણ પાંચ અબજોપતિઓને લઈને ડૂબી
ટાઈટેનિક ડૂબ્યાંના 111 વર્ષ બાદ બીજી એક દુર્ઘટના બની છે. પાંચ અબજોપતિઓ ઓશનગેટ કંપનીની સબમરિનમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોયા ગયા હતા પરંતુ ટાઈટેનિકના કાટમાળ નજીક દરિયામાં સબમરિનમાં બ્લાસ્ટ થઈને તૂટી પડતાં પાંચેયના દર્દનાક મોત થયાં હતા. તેમનો પણ કાટમાળ મળ્યો કે લાશ મળી નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.