બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / What James Cameron Wants to Bring Up From the Titanic

શું છે આ વસ્તુ / 700 લોકોને બચાવીને ટાઈટેનિક સાથે ડૂબી ગઈ આ ચીજ, કાટમાળના 33 ચક્કરમાં પણ ન કાઢી શકાઈ

Hiralal

Last Updated: 06:30 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 એપ્રિલ 1912ના દિવસે એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા વિશ્વવિખ્યાત જહાજ ટાઈટેનિકના કાટમાળમાંથી એક ચીજ લેવા ફિલ્મ ડાયરેક્ટર જેમ્સ કેમરુન 33 વાર પાણીમાં જઈ ચૂક્યા છે.

  • જેમ્સ કેમરુન ડૂબેલા ટાઈટેનિકમાંથી લાવવા માગે છે વાયરલેસ સેટ
  • 33 વાર જઈ ચૂક્યા છે એટલાન્ટિક મહાસાગરમાં 12,500 ફૂટ નીચે
  • ટાઈટેનિક ફિલ્મના ડાયરેક્ટર છે કેનેડાના જેમ્સ કેમરુન 
  • 14 એપ્રિલ 1912માં ડૂબ્યું હતું ટાઈટેનિક જહાજ 

એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક જહાજની વાતો તો દુનિયાભરમાં જગજાહેર છે. 11 એપ્રિલ 1912ના દિવસે બ્રિટનના બંદરેથી ન્યૂયોર્ક ભણી જઈ રહેલા ટાઈટેનિક જહાજની એટલાન્ટિક મહાસાગરમાં હિમશીલા સાથે ટક્કર થતાં તે 14 એપ્રિલ 1912ના દિવસે ડૂબી ગયું હતું અને તેનો કાટમાળ 12,500 ફૂટની નીચે પહોંચ્યો હતો. આ ઘટનામાં 1500થી વધારે લોકોના મોત થયા હતા. ટાઈટેનિકમાંથી ઘણી અમૂલ્ય વસ્તુઓ લાવવા માટે અનેક વાર તેના ડૂબેલા સ્થાન સુધી જવાયું છે. 1985ની સાલમાં ટાઈટેનિકનો કાટમાળ શોધી કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ તેમાંથી અનેક દુર્લભ વસ્તુઓ પાછી લાવવામાં આવી હતી પરંતુ એક વસ્તુ માટે તો એક વ્યક્તિએ 33 વાર ટાઈટેનિકના કાટમાળ સુધીની યાત્રા કરી.

કઈ ખાસ ચીજ લેવા માગે છે કેમરુન 
1997ની સાલમાં ટાઈટેનિક પર ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર જેમ્સ કેમરુન ડૂબેલા કાટમાળમાંથી એક ખાસ વસ્તુ પાછી લાવવા માગતા હતા. આ વસ્તુ બીજું કશું નહીં પરંતુ એક ખાસ પ્રકારનો વાયરલેસ સેટ હતો જે પ્રવાસીઓ સાથે ડૂબી ગયો હતો. એક ખાસ ઈન્ટરવ્યૂમાં કેમરુને કહ્યું કે તેઓ માર્કોની નામનો વાયરલેસ સેટ બહાર લાવવા માટે 33 વાર ટાઈટેનિકના કાટમાળ સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. આ વાયરલેસ સેટ દ્વારા ટાઈટેનિકમાંથી કેરપેથિયા નામના જહાજને ઈમરજન્સી મેસેજ મોકલાયો હતો અને તેના દ્વારા જ 700 લોકોનો જીવ બચાવી શકાયો હતો. તે હાલમાં ટાઈટેનિકના કાટમાળમાં છે. તેમણે કહ્યું કે અનેક વાર રિમોટલી ઓપરેટેડ ડ્રોનને આ વાયરલેસ સેટ લેવા મોકલ્યાં હતા, તે હજુ સારી હાલતમાં છે.

દરિયાઈ જીવાણુંઓ ખાઈ રહ્યાં છે ટાઈટેનિકનો કાટમાળ
સંશોધકોનું માનવું છે કે દરિયાઈ જીવાણુંઓ ઝડપી ગતિએ ટાઈટેનિકોનો કાટમાળ ખાઈ રહ્યાં છે અને આગામી થોડા વર્ષોમાં તેનો કાટમાળ પણ જોવા નહીં મળે અને આ રીતે તેના છેલ્લા અવશેષો પણ નામશેષ થઈને કાળની ગર્તામાં ધકેલાઈ જશે. આ સાથે ટાઈટેનિક પર 4 ષડયંત્ર પણ ચાલી રહ્યાં છે.

મમીના શાપથી ડૂબ્યું ટાઈટેનિક 
પ્રથમ થીયરી વિશે વાત કરીએ તો, તેને 'મમીનો શ્રાપ' કહેવામાં આવે છે. આ થિયરી અનુસાર, જ્યારે ટાઇટેનિક જહાજ ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક માટે રવાના થયું ત્યારે તેના પર એક શ્રાપિત મમી લદાયેલી હતી. આ મમીના શ્રાપને કારણે ટાઈટેનિક જહાજને અકસ્માત થયો અને તે ડૂબી ગયું. જો કે, બ્રિટિશ મ્યુઝિયમ અનુસાર, આ સિદ્ધાંત સંપૂર્ણપણે ખોટો છે. મમીએ 1990 પહેલા ક્યારેય મ્યુઝિયમ છોડ્યું ન હતું.

ટાઈટેનિકની સાથે 1500 લોકોની પણ જળસમાધિ

14 એપ્રિલ 1912ના રોજ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડથી 650 કિમી દૂર ઉત્તર એટલાન્ટિકમાં 2000થી વધુ પ્રવાસીઓને લઈને ડૂબેલા ટાઈટેનિક જહાજને લઈને વધુ એક રહસ્ય બહાર આવ્યું છે. હિમશીલા સાથે ભીષણ ટક્કર બાદ ટાઈટેનિક આકાશની દિશામાં સીધુ થઈને બે ફાડિયામાં વહેંચાઈ ગયું હતું અને દરિયામાં ધીરે ધીરે ડૂબતું છેક એન્ટલાન્ટિકની ઊંડાઈએ પહોંચી ગયું હતું. ડૂબ્યાના 73 વર્ષ બાદ 12,500 ફૂટની ઊંડાઈએ પડેલા ટાઈટેનિકના કાટમાળને લઈને નવી વાત જાહેર થઈ છે. ટાઈટેનિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1500 લોકોના મોત થયા હતા પરંતુ વૈજ્ઞાનિકોને ખરો સવાલ એ થઈ રહ્યો છે કોઈની લાશ કેમ ન મળી. ભલે ગમે તેટલા વર્ષો વહી ગયા પરંતુ થોડો ઘણો થોડો તો અણસાર મળે જ પરંતુ અહીંયા તો જાણે લાશો હવામાં ઓગળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટાઈટેનિક પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાન્ય રીતે લાશ પાણીમાં ઝાઝો સમય રહી શકતી નથી, તે તરીને તરત ઉપર આવી જતી હોય છે પરંતુ એકસામટા 1500 લોકોની લાશો કેમ તરીને દરિયામાં ન દેખાઈ, તેનું એક કારણ એ હોઈ શકે કે ડૂબ્યા બાદ ટાઈટેનિક ખૂબ ઊંડે લગભગ 12500 ફૂટ નીચે જતું રહ્યું અને આવી સ્થિતિમાં લાશ તરીને ન આવી શકે એટલે દરિયાઈ જીવાણુ, બેક્ટેરીયા તથા બીજા સમુદ્રી જીવોનું તે ભોજન બન્યું હોઈ શકે છે. 

ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરિન પણ પાંચ અબજોપતિઓને લઈને ડૂબી
ટાઈટેનિક ડૂબ્યાંના 111 વર્ષ બાદ બીજી એક દુર્ઘટના બની છે. પાંચ અબજોપતિઓ ઓશનગેટ કંપનીની સબમરિનમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોયા ગયા હતા પરંતુ ટાઈટેનિકના કાટમાળ નજીક દરિયામાં સબમરિનમાં બ્લાસ્ટ થઈને તૂટી પડતાં પાંચેયના દર્દનાક મોત થયાં હતા. તેમનો પણ કાટમાળ મળ્યો કે લાશ મળી નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ