બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / વિશ્વ / america said india will touch new heights with our relationship

શપથ ગ્રહણ / PM મોદીના શપથ બાદ અમેરિકાનું નિવેદન, ભારતની પાસે હવે...

vtvAdmin

Last Updated: 04:15 PM, 31 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ ફરી એકવખત વડાપ્રધાન પદના શપથ લીધા અને તેની ગણતરીની કલાકોમાં ટ્રમ્પ પ્રશાસને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત અને અમેરિકાના સંબંધ આવનારા સમયમાં ખુબ જ સકારાત્મક અને નઇ ઊંચાઇ સુધી પહોંચનારા હશે. આપને જણાવી દઇએ કે, ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીએ 58 સાંસદો સાથે ગઇકાલે ફરી એકવખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે કહ્યું કે, સાચા અર્થમાં આ એક ખુબ જ સારું જોડાણ છે. અમારા નેતાના દ્રષ્ટિકોણથી લાભ પ્રાપ્ત કરવા માટે એક વ્યવસ્થાગત ઢાંચો છો. 

આ મામલે મારું અનુમાન છે કે, બંન્ને રાષ્ટ્રો વચ્ચે ખુબ જ સકારાત્મક સંબંધો નવી ઊંચાઇ સુધી પહોંચવા જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અમરીકન રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીઓના નિવેદન, ટ્વીટ અને ફોન કોલ્સથી આ એકદમ સ્પષ્ટ થાય છે કે, અમેરિકા વડાપ્રધાન મોદીની બીજી સરકાર તેમની સાથે મળીને કામ કરવાની રાહ જોઇ રહ્યા છીએ. 

મંત્રીમંડળની રચના

ઉલ્લેખનીય છે કે, અંતે તમામ મંત્રીઓને તેમના વિભાગોની વહેંચણી કરી દેવાઇ છે અને અમિત શાહને અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

જ્યારે નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો નરેન્દ્ર સિંહ તોમર કૃષિ મંત્રી બન્યા છે. હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી અને પીયૂષ ગોયલ રેલ મંત્રી બનાવાયા છે. 

તો પ્રકાશ જાવડે કરને સૂચના પ્રસારણ મંત્રાલય અને રવિશંકર પ્રસાદને કાયદા મંત્રાલય સોંપાયું છે. અને રમેશ પોખરિયાલને HRD મંત્રાલય આપ્યું છે. જ્યારે સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય સોંપાયું છે અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ફરી એકવાર ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું છે. 

જ્યારે રામ વિલાસ પાસવાનને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલય અને મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતી બાબતોનું મંત્રાલય અપાયું છે. જ્યારે હરસિમરત કૌરને ફૂડ-પ્રોસેસિંગ અને ગીરીરાજસિંહને પશુપાલન અને મત્સ્ય મંત્રાલય સોંપાયું છે. 

જ્યારે આદિવાસી મામલાઓનું મંત્રાલય અર્જૂન મુંડાને મળ્યું છે. અને પ્રહલાજ જોશીને કોલસા અને ખાણ મંત્રાલય મળ્યું છે. જ્યારે મહેન્દ્રનાથ પાંડેયને કૌશલ્ય વિકાસ મંત્રાલય અને ગજેન્દ્રસિંહ શેખાવતને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump Narendra Modi Narendra Modi's swearing relationship Narendra Modi's swearing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ