બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ધરતી પર ઉતર્યા એલિયન્સ? અમેરિકાએ જાહેર કરી 41 ફાઈલ્સ, UFO ઉડતા દેખાયા

વિશ્વ / ધરતી પર ઉતર્યા એલિયન્સ? અમેરિકાએ જાહેર કરી 41 ફાઈલ્સ, UFO ઉડતા દેખાયા

Published By: Nirav Kumar

Last Updated: 05:20 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેન્ટાગને UFOની 41 નવી ફાઇલો જાહેર કરી છે, જેમાં રહસ્યમય ગોળા અને અજીબ રોશનીના વીડિયો સામેલ છે. આથી અમેરિકામાં UFO અને એલિયનને લઈને ચર્ચા ફરી તીવ્ર બની છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગને UFOથી સંબંધિત 41 નવી ફાઇલો જાહેર કરી છે. આમાં રહસ્યમય ઉડતી વસ્તુઓના વીડિયો, તસવીરો અને અનેક દસ્તાવેજો સામેલ છે. આ UFO ફાઇલોની પાંચમી કિસ્ત છે. આ વખતે લગભગ એક ડઝન વીડિયો સાથે તસવીરો અને PDF ડોક્યુમેન્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી જૂનું ડોક્યુમેન્ટ 1953નો હોવાનું જણાવાયું છે, જ્યારે અમુક ફાઇલો આ જ વર્ષની છે. આ ફાઇલો બહાર આવ્યા બાદ પૃથ્વી પર એલિયનના આગમનને લઈને ચર્ચા ફરી વધી છે.

  • વીડિયોમાં દેખાયા રહસ્યમય ગોળા

નવી ફાઇલોમાં અમુક એવા વીડિયો છ જેમાં આકાશમાં ગોળાકાર વસ્તુઓ ઉડતી દેખાય છે. એક વીડિયો મધ્ય પૂર્વના રહેણાંક વિસ્તારનો હોવાનું જણાવાયું છે. તેમાં એક રહસ્યમય ગોળો ખૂબ ઝડપથી ઉડતો જોવા મળે છે. બીજી તરફ પ્રશાંત મહાસાગરની ઉપર રેકોર્ડ કરાયેલા વીડિયોમાં કાળો ગોળો દેખાય છે. વિશેષ વાત એ છે કે આ વસ્તુ થોડા સમય માટે ગાયબ થઈ જાય છે અને પછી ફરી દેખાવા લાગે છે. જોકે આ વસ્તુઓને એલિયન તરીકે પુષ્ટિ કરવામાં આવી નથી.

  • ઓમાનની ખાડીમાં પણ જોવા મળ્યો હતો ઓર્બ

જાહેર કરાયેલી ફાઇલોમાં 2021નો એક વીડિયો પણ છે જે ઓમાનની ખાડીની ઉપર રેકોર્ડ કરાયો હતો. તેમાં ઘેરા રંગનો એક ગોળો અજીબ રીતે ફરતો દેખાય છે. પહેલી નજરે તે ઝડપથી ઉડતી કોઈ નાની વસ્તુ જેવો લાગે છે. તેને UAP એટલે કે Unidentified Anomalous Phenomena તરીકે નોંધવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે આ ઓર્બની સાઈઝ આશરે 4 ફૂટ કે 1.2 મીટર હતું. બીજા એક વીડિયોમાં પણ ગોળ વસ્તુ સીધી લાઇનમાં ઉડતી દેખાય છે.

  • પાયલટે આકાશમાં જોઈ અજીબ રોશની

FBIની જાહેર કરેલી એક ફાઇલમાં સેનાના એક પૂર્વ પાયલટે પણ અજીબ રોશની જોવાનો દાવો કર્યો છે. તેમના મતે ઓક્ટોબર 2023માં બોસ્ટનથી ડબલિન જતી વખતે તેને આકાશમાં અનેક રોશનીઓ જોઈ હતી. પાયલટે જણાવ્યું કે અમુક રોશનીઓ ધીમે-ધીમે તેજસ્વી થઈને અદૃશ્ય થઈ જતી હતી. તો અમુક એક જગ્યાએ સ્થિર રહેતી હતી, જ્યારે કેટલીક સીધી દિશામાં ચાલ્યા બાદ રસ્તો બદલી લેતી હતી. તેને દાવો કર્યો કે 2023 બાદ આવી ઘટનાઓ લગભગ 10 વખત જોઈ ચૂક્યા છે.

વધુ વાંચો : હોર્મુઝનો માર્ગ ખોલવા ટ્રમ્પ આતુર: ઈરાને મૂકી કડક શરતો, પરમાણુ કરાર મુલતવી રાખવા અમેરિકા તૈયાર

  • UFO અને એલિયનને લઈને વધી રુચિ

અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી UFO અને બીજા ગ્રહો પર જીવનને લઈને રુચિ વધી છે. 2022માં અમેરિકન કોંગ્રેસે લગભગ પાંચ દાયકા પછી UFOને લઈને સુનાવણી કરી હતી. ત્યારબાદ અમેરિકી સેનાએ આવી ઘટનાઓની માહિતી અંગે વધુ પારદર્શિતાની વાત કરી હતી. પેન્ટાગનની પાંચમી કિસ્તમાં જાહેર કરાયેલી 41 ફાઇલોએ આ ચર્ચાને ફરી વેગ આપ્યો છે. જેમાં વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં વધુ ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aliens Pentagon UFOs

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ