બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ''જો હું ગયો તો મરી જઇશ...'', આખરે ડોનાલ્ડ ટ્રમ્પને કોને ટાંકીને આવું નિવેદન આપ્યું?

વિશ્વ / ''જો હું ગયો તો મરી જઇશ...'', આખરે ડોનાલ્ડ ટ્રમ્પને કોને ટાંકીને આવું નિવેદન આપ્યું?

Bijal Vyas

Last Updated: 01:21 PM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્વીકાર્યું છે કે, તેઓ તેમના મોટા પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં હાજરી આપવા માંગે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતાં, નિર્ણય લેવો સરળ નથી.

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક અલગ જ મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. આ મામલો વ્હાઇટ હાઉસનો નથી, પરંતુ તેમના પુત્રના લગ્નનો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્વીકાર્યું છે કે, તેઓ તેમના મોટા પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં હાજરી આપવા માંગે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને જોતાં, નિર્ણય લેવો સરળ નથી. ટ્રમ્પે મજાકમાં ટિપ્પણી કરી, "જો હું જાઉં તો મારી ટીકા થશે; જો હું નહીં જાઉં તો મારી ટીકા થશે." પ્રશ્ન એ ઊભો થાય છે: શું ટ્રમ્પ ઈરાનના ડરથી પોતાના દેશમાં મુસાફરી કરવામાં ડરે ​​છે? ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર (Don Jr) આ વિકેન્ડ બહામાસમાં બેટિના એન્ડરસન સાથે લગ્ન કરવાના છે. અમેરિકન મીડિયા અનુસાર, તે એક નાનો અને ખાનગી સમારોહ હશે.

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે કહ્યું કે, તેમનો પુત્ર ઇચ્છે છે કે તેઓ લગ્નમાં હાજરી આપે, પરંતુ હાલના સંજોગો સરળ નથી. ટ્રમ્પે કહ્યું, "તેઓ ઇચ્છે છે કે હું જાઉં. આ એક નાનો, ખાનગી કાર્યક્રમ છે, અને હું તેમાં હાજરી આપવાનો પ્રયત્ન કરીશ." પરંતુ પછી, હસતાં હસતાં ટ્રમ્પે કહ્યું "મેં તેમને કહ્યું - સમય મારા માટે સારો નથી. હું હાલમાં કોઈ વસ્તુમાં ફસાયેલુ છું, જેનુ નામ ઇરાન છે અને બીજી ઘણી બાબતો પણ છે." મીડિયા અને રાજકારણ પર કટાક્ષ કરતા, ટ્રમ્પે એમ પણ ટિપ્પણી કરી કે, આ બાબતમાં તેમના માટે કોઈ જીત નથી.

‘પુત્રના લગ્નમાં ગયો તો માર્યો જઇશ’

અમેરિકા આ સમયે ઈરાન સાથે શાંતિની વાતચીતમાં લાગેલા છે, અને ટ્રમ્પ એક પછી એક મીટિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, "આ મારા માટે કોઈ જીત નહીં. જો હું લગ્નમાં હાજરી આપીશ, તો હું મરી જઈશ; જો હું નહીં જાઉં, તો હું પણ મરી જઈશ." ટ્રમ્પનું આ નિવેદન સાંભળીને એવું લાગે છે કે તેઓ પોતાની વ્યક્તિગત સુરક્ષાની ચિંતાઓને કારણે તેમના પુત્રના લગ્નમાં હાજરી ન આપવાનું પસંદ કરી રહ્યા છે. હકીકતમાં ટ્રમ્પનો અહીં કહેવાનો અર્થ એ છે કે જો તેઓ લગ્નમાં હાજરી આપશે, તો તેમને મીડિયા તરફથી ટીકાનો સામનો કરવો પડશે; અને જો તેઓ હાજરી નહીં આપે, તો તેમને તેમના પુત્ર અને પુત્રવધૂની નારાજગી સહન કરવી પડશે. તેમના પુત્રના લગ્ન વિશે વધુ બોલતા, ટ્રમ્પે કહ્યું, "મને આશા છે કે તેમના લગ્ન શાનદાર રહેશે."

આ પણ વાંચોઃ આવી ગઈ મોટી ખુશખબર, હવે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ ! હોર્મુઝ વગર જ ભારત આવશે ક્રૂડ ઓઈલ

ડોનાલ્ડ ટ્રંપ જૂનિયર કોણ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, જે Don Jr. તરીકે જાણીતા છે. ટ્રમ્પ પરિવારની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. તે ટ્રંપના "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" (MAGA) રાજકીય એજન્ડાના મોટા સમર્થક માનવામાં આવે છે અને વારંવાર તેમની સાથે દેખાય છે. ગયા વર્ષે, ડોન જુનિયરે પણ ટિપ્પણી કરી હતી કે તેઓ "ક્યારેક ને ક્યારેક" રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનું વિચારી શકે છે. જોકે, ટ્રમ્પ સિનિયરની હાલની મૂંઝવણ એ છે કે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે તેમના પુત્રના લગ્નમાં હાજરી આપવી કે વ્હાઇટ હાઉસમાં રહેવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Son Wedding jr iran war comments america donald trump
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ