બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આવી ગઈ મોટી ખુશખબર, હવે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ ! હોર્મુઝ વગર જ ભારત આવશે ક્રૂડ ઓઈલ

વિશ્વ / આવી ગઈ મોટી ખુશખબર, હવે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ ! હોર્મુઝ વગર જ ભારત આવશે ક્રૂડ ઓઈલ

Nidhi Panchal

Last Updated: 10:19 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા ખતરાની વચ્ચે UAEએ તેલ નિકાસ માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ નવી પાઇપલાઇન શરૂ થતાં ભારતને પણ સસ્તું અને ઝડપી ક્રૂડ ઓઈલ મળવાની મોટી આશા જાગી છે.

New Route For Crude Oil: ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે સંયુક્ત આરબ અમીરાત UAEએ તેના તેલ નિકાસ માટે એક મોટું પગલું ભર્યું છે. UAE હવે “વેસ્ટ-ઈસ્ટ પાઇપલાઇન” નામની નવી પાઇપલાઇન બનાવી રહ્યું છે, જેના કારણે તે હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જો હોર્મુઝ સ્ટ્રેટ યુદ્ધ કે અન્ય કારણસર બંધ પણ થઈ જાય તો UAEનું તેલ નિકાસ કાર્ય રોકાશે નહીં. આ સમાચાર ભારત માટે પણ ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે કારણ કે ભારત UAE પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે.

crude-oil-1--petrol.jpg

નવી પાઇપલાઇન અબુધાબી નજીક

આ નવી પાઇપલાઇન અબુધાબી નજીક આવેલા હાબશાન ઓઈલ એન્ડ ગેસ ફિલ્ડથી શરૂ થશે અને ફુજૈરા પોર્ટ સુધી જશે. ફુજૈરા ઓમાનની ખાડીમાં આવેલ UAEનું મહત્વપૂર્ણ બંદર છે. ખાસ વાત એ છે કે ફુજૈરા પોર્ટ સુધી પહોંચવા માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની જરૂર પડતી નથી. હાલ પણ હાબશાન અને ફુજૈરા વચ્ચે એક પાઇપલાઇન કાર્યરત છે, પરંતુ હવે તેની સમાનાંતર બીજી નવી પાઇપલાઇન બનાવવામાં આવી રહી છે જેથી નિકાસ ક્ષમતા બમણી થઈ શકે.

પાઇપલાઇનનું લગભગ 50 ટકા કામ પૂર્ણ

UAEની સરકારી તેલ કંપની અનુસાર નવી પાઇપલાઇનનું લગભગ 50 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઈરાન યુદ્ધ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને ખૂબ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યો છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સે આ કામગીરીને 10 ગણો ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ 380 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન વર્ષ 2027 સુધી શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 4 થી 6 અબજ ડોલર એટલે કે લગભગ 38 હજાર કરોડથી 57 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થવાનો છે.

Crude oil

હાલના વિક્ષેપને કારણે UAEને પણ નુકસાન

હોર્મુઝ સ્ટ્રેટમાં હાલના વિક્ષેપને કારણે UAEને પણ નુકસાન થઈ રહ્યું છે. હાલમાં એક પાઇપલાઇન હોવા છતાં UAEના લગભગ 40 ટકા તેલ નિકાસ પર અસર પડી રહી છે. નવી પાઇપલાઇન શરૂ થતાં UAE વધુ સરળતાથી અને સતત તેલ નિકાસ કરી શકશે. ભારત માટે પણ આ ખૂબ સારા સમાચાર છે કારણ કે રશિયા, ઈરાક અને સાઉદી અરબ પછી UAE ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર છે. ભારતના કુલ તેલ આયાતમાં લગભગ 11 ટકા હિસ્સો UAEનો છે.

નવા રૂટથી ભારતને તેલ ઝડપથી અને ઓછા ખર્ચે

આ નવા રૂટથી ભારતને તેલ ઝડપથી અને ઓછા ખર્ચે મળી શકશે. ફુજૈરાથી ભારતના પશ્ચિમ કિનારા સુધીનું અંતર આશરે 1,400 થી 2,000 કિલોમીટર છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવતી રૂટમાં 2,000 થી 2,400 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે છે. નવા રૂટથી જહાજોને 1 થી 2 દિવસનો સમય બચશે અને દર બેરલ પાછળ અંદાજે 6 થી 8 ડોલર સુધીની બચત થઈ શકે છે. આ ઉપરાંત ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં વસૂલાતો ટોલ પણ ચૂકવવો નહીં પડે, જેના કારણે તેલ વધુ સસ્તું પડશે.

આ પણ વાંચો : ભારત પ્રવાસ પહેલા માર્કો રુબિયોએ કરી તારીફ, ફ્યુઅલ સપ્લાય પર કહી મોટી વાત

તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીના UAE પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ભારત માટે 3 કરોડ બેરલનો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બનાવવાનો પણ કરાર થયો હતો. આ સંગ્રહ માટે પણ ફુજૈરા પોર્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. નિષ્ણાતો માને છે કે UAEનો આ નવો તેલ માર્ગ માત્ર ગલ્ફ ક્ષેત્ર માટે જ નહીં પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા માટે પણ લાંબા ગાળે મોટો ગેમચેન્જર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UAE Oil Pipeline Hormuz Strait Crude Oil Route
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ