બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:28 AM, 22 May 2026
યુએસના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દિલ્હીની મુલાકાત પહેલા ભારત સાથે ઊર્જા સહયોગ પર એક મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે ભારત જેટલી ઊર્જા ખરીદવા માંગે છે તેટલી જ અમેરિકા ભારતને વેચવા માંગે છે. રુબિયોએ જણાવ્યું કે અમેરિકા હાલમાં ઐતિહાસિક સ્તરે ઊર્જાનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે અને ભારતના ઊર્જા પોર્ટફોલિયોમાં તેનો હિસ્સો વધારવા માંગે છે. રુબિયોએ ભારતને એક બેહતરીન સાથી અને પાર્ટનર તરીકે પ્રશંસા કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Joint Base Andrews, Maryland | On the energy supply issue in India, US Secretary of State Marco Rubio says, "We want to sell them as much energy as they will buy. We are at historic levels of US production and US exports. We want to be able to do more. We were already in… pic.twitter.com/OEeP2ty8xd
— ANI (@ANI) May 21, 2026
આ અંગે રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં ચર્ચાઓ પહેલાથી જ ચાલી રહી છે અને બંને દેશો આ દિશામાં વધુ સહયોગની શક્યતાઓ શોધી રહ્યા છે. તેમને એમ પણ કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે તેની લાંબા ગાળાની ઊર્જા પાર્ટનરશીપને મજબૂત બનાવવા માંગે છે. કેમ કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એનર્જી માર્કેટમાંનું એક છે.
ADVERTISEMENT

આ સિવાય યુએસના વિદેશ મંત્રીએ વેનેઝુએલાના ઓઈલ માટે પણ સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે વેનેઝુએલાના ઓઈલમાં મોકા રહેલા છે અને તેમની માહિતી અનુસાર, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેવાના છે. એવું મનાઈ રહ્યું છે કે આ દરમિયાન એનર્જી વેપાર અને ઓઈલ પુરવઠા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT
રુબિયોએ ભારતને અમેરિકાનો બેહતરીન સાથી અને પાર્ટનર ગણાવ્યું હતું. જેમાં કહ્યું હતું કે, આ બંને દેશો વચ્ચે ઘણા ક્ષેત્રોમાં મજબૂત સહયોગ છે. તેમને કહ્યું કે તેમની ભારત મુલાકાત દરમિયાન તેઓ ક્વાડ દેશોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. તેમને એમ પણ જણાવ્યું કે આ પ્રકારના બીજા એક મોટા કાર્યક્રમનું આયોજન આ વર્ષના અંતમાં ભારતમાં થશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, માર્કો રુબિયો 23 થી 26 મે દરમિયાન ભારતની તેમની પ્રથમ મુલાકાત લેશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં આ સત્તાવાર જાહેરાત કરી છે. તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ, ખાસ કરીને પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં, અને યુએસ લશ્કરી એક્ટીવીટી ભારતની ઊર્જા સુરક્ષાને અસર કરી રહી છે. આથી એવું મનાઈ રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા, વ્યૂહાત્મક અને રીઝનલ સુરક્ષા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.