બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આવતા મહીને જ થવા જઇ રહી છે PM મોદી-ટ્રમ્પની મુલાકાત, જાણો ક્યાં

મોટી અપડેટ / આવતા મહીને જ થવા જઇ રહી છે PM મોદી-ટ્રમ્પની મુલાકાત, જાણો ક્યાં

Priykant Shrimali

Last Updated: 08:22 AM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi-Trump Meeting : આવતા મહિને મોદી અને ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાતની શક્યતા, અહીં જાણ તમામ માહિતી એક જ ક્લિકે

PM Modi-Trump Meeting : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને સામસામે મળી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે. બંને નેતાઓ ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન મુલાકાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠક આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક મુદ્દાઓની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ શહેરમાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં અનેક વિશ્વ નેતાઓ હાજરી આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત G7 સમૂહનું સત્તાવાર સભ્ય દેશ ન હોવા છતાં, વૈશ્વિક આર્થિક અને રાજનૈતિક મુદ્દાઓમાં ભારતની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેને ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે.

આ મુલાકાત ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે, છેલ્લા લગભગ 16 મહિનામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ સીધી મુલાકાત થઈ નથી. વિશ્વ રાજકારણમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર રહેશે. વેપાર, સુરક્ષા, વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.

આ પણ વાંચો : 'રોમમાં આપનું સ્વાગત છે મારા મિત્ર', ઇટાલી પહોંચતા જ મોદી-મેલોનીની સેલ્ફી વાયરલ

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના વિદેશ મંત્રીએસ જયશંકરઅને ફ્રાન્સના યુરોપ તથા વિદેશ મંત્રી જીન-નોએલ વચ્ચે થયેલી બેઠક દરમિયાન પણ G7 સમિટમાં ભારતની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ વૈશ્વિક મુદ્દાઓમાં ભારતના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

G7 Summit Modi Trump Meeting Narendra Modi
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ