બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'રોમમાં આપનું સ્વાગત છે મારા મિત્ર', ઇટાલી પહોંચતા જ મોદી-મેલોનીની સેલ્ફી વાયરલ

વિશ્વ / 'રોમમાં આપનું સ્વાગત છે મારા મિત્ર', ઇટાલી પહોંચતા જ મોદી-મેલોનીની સેલ્ફી વાયરલ

Nidhi Panchal

Last Updated: 07:45 AM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાત ભારત-ઇટાલી સંબંધોને નવી ઊંચાઈ આપી શકે છે. વેપાર, સંરક્ષણ, AI અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થવાની અપેક્ષા છે.

PM Narendra Modi મંગળવારે સાંજે Italy પહોંચ્યા હતા, જે તેમના પાંચ દેશોના યુરોપિયન પ્રવાસનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે. ઇટાલીના વડાપ્રધાન Giorgia Meloniના ખાસ આમંત્રણ પર યોજાયેલી આ મુલાકાત PM મોદીની ઇટાલીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાતને વ્યૂહાત્મક, રાજદ્વારી અને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

2

સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરી

ઇટાલી પહોંચ્યા બાદ વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથેની એક ખાસ સેલ્ફી શેર કરી હતી. તેમણે ફોટા સાથે “રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર” એવું લખ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. અગાઉ પણ બંને નેતાઓની અનેક તસવીરો વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહી ચૂકી છે. વર્ષ 2023 દરમિયાન COP28 સમિટમાં લેવાયેલી સેલ્ફી અને 2024માં G7 Summit દરમિયાનનો વીડિયો ભારે ચર્ચામાં રહ્યો હતો.

ભારતીય સમુદાયના સભ્યો દ્વારા PM મોદીનું સ્વાગત

ઇટાલીમાં હોટલ પર પહોંચતા જ ભારતીય સમુદાયના સભ્યોએ PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમને વારાણસીના ઘાટ દર્શાવતું ખાસ ચિત્ર પણ ભેટ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન PM મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ Sergio Mattarella સાથે મુલાકાત કરશે તેમજ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વ્યાપક દ્વિપક્ષીય ચર્ચા કરશે. બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજાશે. ઉપરાંત PM મોદી Food and Agriculture Organizationના મુખ્યાલયની મુલાકાત લઈને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે.

વર્ષ 2023 પછી બંને નેતાઓ વચ્ચે આ આઠમી મુલાકાત

વિદેશ મંત્રાલયના અધિકારીઓ અનુસાર વર્ષ 2023 પછી બંને નેતાઓ વચ્ચે આ આઠમી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે વધતી નજીકતાનો પુરાવો માનવામાં આવે છે. માર્ચ 2023માં જ્યોર્જિયા મેલોનીની ભારત મુલાકાત અને ત્યારબાદ G20 સમિટમાં તેમની હાજરીએ બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનું પાયુ મજબૂત બનાવ્યું હતું. હવે બંને દેશો સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29 અંતર્ગત સંરક્ષણ, આતંકવાદ વિરોધી સહયોગ અને નવી ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધારવા માટે રોડમેપ તૈયાર કરશે.

ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો

વેપાર ક્ષેત્રે પણ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો ઝડપથી મજબૂત બની રહ્યા છે. હાલમાં ઇટાલી યુરોપિયન યુનિયનમાં ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર બની ગયો છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 14.25 બિલિયન યુરો સુધી પહોંચવાની ધારણા છે. હવે બંને દેશોએ વર્ષ 2029 સુધીમાં વેપારને 20 બિલિયન યુરો સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે. ઇટાલિયન કંપનીઓએ ભારતમાં 3.66 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે Tata Motors દ્વારા ઇટાલીના ઇવેકો ગ્રુપના સંપાદનથી ભારતીય કંપનીઓની યુરોપમાં મજબૂત હાજરી વધી છે.

આ પણ વાંચો : તેલ-LPG બાદ હવે ઇન્ટરનેટ પર સંકટ? ઈરાનની હોર્મુઝમાં ઇન્ટરનેટ કેબલ્સ પર કબજો કરવાની ચેતવણી

ઇટાલીમાં હાલમાં 1.87 લાખથી 2.5 લાખ જેટલા ભારતીયો

સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સહયોગ વધતો જઈ રહ્યો છે. બંને દેશો લશ્કરી સાધનોના સહ-વિકાસ અને સહ-ઉત્પાદનની શક્યતાઓ પર કામ કરી રહ્યા છે. ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવશે. ઇટાલીમાં હાલમાં 1.87 લાખથી 2.5 લાખ જેટલા ભારતીયો વસવાટ કરે છે, જે યુરોપિયન યુનિયનમાં ભારતીયોનો સૌથી મોટો સમૂહ ગણાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Italy Visit India Italy Relations Narendra Modi
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ