બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / 'Ambani's Mango' is making a splash all over the world, know how big is Reliance's fruit business

અંબાણીના આંબા / દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યા છે રિલાયન્સની કેરી, જાણો જામનગરમાં કેટલો મોટો છે અંબાણીનો ફળોનો બિઝનેસ

Megha

Last Updated: 05:25 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ અંબાણીનું ગુજરાતમાં 600 એકર જમીનમાં ફેલાયેલ કેરીના મોટા બગીચા છે. જેનાં દ્વારા રિલાયન્સ દેશમાં કેરીની સૌથી મોટી નિકાસકર્તા કંપની બની ગઈ છે.

  • દેશના ઘણાં ઓછા લોકો અંબાણીના કેરીના કારોબાર વિશે જાણે છે
  • જામનગરમાં રિલાયન્સના કેરીના બગીચા 600 એકર જમીનમાં ફેલાયેલા છે
  • રિલાયન્સના આ બગીચામાં કેરી સિવાય 30 જેટલા બીજા ફળોના પણ ઘણાં વૃક્ષો છે

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુખ્યા મુકેશ અંબાણીનો બીઝનેસ જમીનથી લઈને આકાશ સુધી બધી જગ્યાએ ફેલાયેલો છે. એમના બીઝનેસ કરવાની યોગ્યતાના દમ પર એ ભારત જ નહીં પણ એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અંબાણીના મુખ્ય કારોબારમાં પેટ્રોલીયમ, ટેલીકોમ અને રીટેલ છે પણ દેશના ઘણાં ઓછા લોકો અંબાણીના કેરીના કારોબાર વિશે જાણે છે. મૂળ ગુજરાતી બીઝનેસમેન કેરીનો કારોબાર ન કરે  એવું કેવી રીતે બની શકે. મુકેશ અંબાણીનું ગુજરાતમાં 600 એકર જમીનમાં ફેલાયેલ કેરીના મોટા બગીચા છે. જેનાં દ્વારા રિલાયન્સ દેશમાં કેરીની સૌથી મોટી નિકાસકર્તા કંપની બની ગઈ છે. 

જામનગરમાં 600 એકર જમીનમાં બગીચો 
દેશના સૌથી મોટા અને નામચીન બીઝનેસમેને તેની બીઝનેસ કુશળતાની સાથે દશકા પહેલા જ કેરીના એક્સપોર્ટમાં નફાની સુગંધને ઓળખી લીધી હતી. રિલાયન્સે બે દશકા પહેલા જ આંબાના બગીચા બનાવવાનું કામ શરુ કરી દીધું હતું. આજે જામનગરમાં રિલાયન્સના કેરીના બગીચા 600 એકર જમીનમાં ફેલાયેલા છે. આ બગીચામાં 200 થી વધુ વેરાયટીને દોઢલાખથી વધુ કેરીના વૃક્ષ છે. આ બગીચાનું નામ ધીરુભાઈ અંબાણી લખીબાગ આમરાઈ રાખવામાં આવ્યું છે. આ બગીચાના કામકાજનું ધ્યાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સંભાળે છે. 
આ બગીચામાં 200 થી વધુ વેરાયટીને દોઢલાખથી વધુ કેરીના વૃક્ષ છે. જેમાં કેસર,અલ્ફોન્સો, રત્ના, સિંધુ, નીલમ અને આમ્રપાલી જેવી ઘણી વેરાયટી જોવા મળે છે. આ સિવાય ઘણી વિદેશી  વેરાયટીની કેરીના વૃક્ષો પણ છે. રિલાયન્સ કંપની જામનગરના ફાર્મ ત્યાના ફળોનું માર્કેટિંગ કરે છે કંપનીની એ કેરીની ખાસ બ્રાંડ છે જેને RIL Mango તરીકે ઓળખવામાં આવે છે. 

નુકસાનમાંથી ફાયદો કેવી રીતે શોધવો એ રિલાયન્સને સારી રીતે આવડે છે. જામનગરમાં જ રિલાયન્સની દુનિયાની સૌથી મોટી રીફાઇનરી છે, જ્યાંથી કંપની રીફાઇન્ડ કરેલ તેલ ડીજ દેશોમાં નિકાસ કરે છે. તેલનું ઉત્પાદન ભરી માત્રામાં પ્રદુષણ પણ કરે છે. આના કારને કંપનીને પ્રદુષણ વિભાગ દ્વારા ઘણી વખત નોટીસ મળી હતી. એનો સોલ્યુશન કાઢવા માટે રિલાયન્સે ત્યાં કેરીના બગીચાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. જો કે ગુજરાત ક્યારેય ખેતી માટે જાણીતું રહ્યું નથી. અહીયાની બંજર જમીન, ખારા પાણી અને હવાને કારણે કેરીનું ઉત્પાદન પણ નહતું થતું. પણ  ટેકનીકની મદદથી રિલાયન્સે કેરીનું ઉત્પાદન શરુ કર્યું. પાણીમાંથી ખારાશ હટાવવા માટે ડીસૈલીનેશન પ્લાન્ટ લગાવવામાં આવ્યો જેમાં દરિયાના પાણીમાંથી મીઠું હટાવવાનું કામ થાય છે. 

જો કે રિલાયન્સના આ બગીચામાં કેરી સિવાય 30 જેટલા બીજા ફળોના પણ ઘણાં વૃક્ષો છે. કેરી સિવાય જામફળ, આમલી, કાજુ, બ્રાજીલિયન ચેરી, ચીકુ, દાડમ અને બીજી થોડી ઔષધીના છોડ પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ