બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / ટ્રાફિક ચલણથી બચવા ગજબનો જુગાડ! યુવકની ટ્રિક જોઈ પોલીસ પણ ચકરાવે ચડે, વીડિયો વાયરલ

Video / ટ્રાફિક ચલણથી બચવા ગજબનો જુગાડ! યુવકની ટ્રિક જોઈ પોલીસ પણ ચકરાવે ચડે, વીડિયો વાયરલ

Last Updated: 06:40 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હાઇવે પર લગાવેલા CCTVમાં તમારું વાહન ટ્રાફિક રુલનો ભંગ કરતું ઝડપાઈ જાય તો વાહન નંબર આધારે મેમો તમારા ઘરે આવી જાય છે. પરંતુ એક વ્યક્તિએ આમાંથી બચવા એક જોરદાર જુગાડ શોધી કાઢ્યો છે.

હવે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે હાઇવે પર CCTV લગાવેલા જોવા મળે છે. જો કોઈ આ CCTVમાં ટ્રાફિક રુલનો ભંગ કરતું ઝડપાય તો વાહન નંબર આધારે મેમો તેના ઘરે પહોંચી જાય છે. પરંતુ એક વ્યક્તિએ આવા ચલણથી બચવા માટે શાનદાર જુગાડ શોધી કાઢ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બતાવી રહ્યો છે કે, મેમોથી કેવી રીતે બચી શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ તેના બાઇકના નંબર પ્લેટની ઉપર એક કાચના ટુકડાને લગાવે છે. આ કાચનો ટુકડો લગાવવાથી નંબર પ્લેટ ચમકવા લાગે છે. જેથી વાહન નંબર સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી. આ જુગાડ ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે.

વધુ વાંચો : VIDEO: ગાડીમાં આગળ પાછળ આજુ બાજુ..જ્યાં જુઓ ત્યાં ટીંગાયેલા લોકો, ગણતાં આખો દિવસ લાગે

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @patnamemes__ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 8000 લોકોએ લાઈક કર્યો છે તો 200K કરતા વધુ લોકોએ તેને જોયો છે. અનેક લોકો આ વીડિયો પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "બિહાર બિગીનર માટે નથી." તો બીજા યુઝરે લખ્યું હતું કે, "આનું ચલણ પટના પોલીસ પોતાના હાથે કાપશે".  તો અન્ય એકે લખ્યું હતું કે, "ઓછામાં ઓછાં 10000 રૂપિયા કપાશે આના."

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Challan Traffic Rules Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ