બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Amarnath Yatra 2024 will start from June 29

Amarnath Yatra 2024 / બાબા બર્ફાની આપશે દર્શન: 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, આ તારીખથી રજીસ્ટ્રેશન થશે શરૂ

Priyakant

Last Updated: 02:53 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2024 Latest News: અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી થશે શરૂ, યાત્રા 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે 45 દિવસની હશે

Amarnath Yatra 2024 : અમરનાથ યાત્રાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ થશે. આ યાત્રા 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે 45 દિવસની હશે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર નોંધણી કરાવી શકે છે.

અમરનાથની વાર્ષિક યાત્રા બે માર્ગો દ્વારા થાય છે - અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા અને સાંકડા 14 કિમીનો બાલટાલ માર્ગ. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે.

File Photo

ક્યાં આવેલું છે અમરનાથ ? 
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) 19 મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા 11 મીટર જેટલી ઊંચી છે. અમરનાથ મંદિર હિન્દુઓના સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે અને તેની સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિરમાં 51 શક્તિપીઠ છે (એ સ્થાનો જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા). તેને તે સ્થાન તરીકે પણ વર્ણવવામાં આવે છે જ્યાં ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય કહ્યું હતું. આ મંદિરનો મોટાભાગનો ભાગ આખા વર્ષ દરમિયાન બરફથી ઘેરાયેલો રહે છે. ઉનાળાની ઋતુમાં મંદિર ખૂબ જ ટૂંકા ગાળા માટે ખોલવામાં આવે છે. 

વધુ વાંચો : ઈરાનના એટેક બાદ ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, નાગરિકોને કરી આ અપીલ

અમરનાથ યાત્રાનો ટ્રેક છે ખૂબ જ મુશ્કેલ
આ 40 મીટર ઉંચા ગુફા જેવા મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ 35 થી 48 કિમીની મુસાફરી કરવી પડે છે, આ ગુફામાં પાણીના ટીપાંથી શિવલિંગનું નિર્માણ થાય છે. આ યાત્રાધામ તેના સ્થાન અને પર્યાવરણને કારણે મુશ્કેલ ટ્રેક છે. મંદિરની મુલાકાત લેવા ઇચ્છતા ભક્તો ઊંચાઈ અને અંતરને આવરી લેવા માટે સારા સ્વાસ્થ્યમાં હોવા જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમરનાથ યાત્રાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લીધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ