બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Politics / All the leaders from the President to the PM sent greetings on the festival of Diwali
Last Updated: 10:31 PM, 24 October 2022
દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાઓ
PM અને રાષ્ટ્રપતિએ અકબીજાને પાઠવી શુભેચ્છાઓ
કોંગ્રેસના નેતા ખડગે, રાહુલ સહિત નેતાઓ શુભેચ્છાઓ પાઠવી
ADVERTISEMENT
સમગ્ર દેશમાં દિવાળીની ધામધુમથી ઉજવાઈ રહી છે. દેશમાં દરેક જગ્યા રોશનીથી ઝગમગી ઉઠી છે. દિવાળીના તહેવાર પર રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી તમામ નેતાઓ દેશવાસીઓને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે અને લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટમાં લખ્યું છે કે, બધા દેશવાસીને દિવાળીની હાર્દિક શુભકામના કરી છે તેમજ લખ્યુ છે કે, પ્રકાશ અને આનંદના આ પવિત્ર તહેવાર પર આપણે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ.
Called on Rashtrapati Ji and conveyed Diwali wishes to her. @rashtrapatibhvn pic.twitter.com/aEgD4qKqGj
— Narendra Modi (@narendramodi) October 24, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
PM અને રાષ્ટ્રપતિએ અકબીજાને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેને તેમના નિવાસસ્થાને જઈ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને બંનેએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમણે સમગ્ર માનવતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સારી આવતીકાલની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને બંને બેઠકની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયલયે ટ્વીટમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેને મળ્યા અને એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી.
Wished Venkaiah Ji a happy Diwali. Always a delight to meet him. @MVenkaiahNaidu pic.twitter.com/FKdiSOGzxr
— Narendra Modi (@narendramodi) October 24, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉપરાષ્ટ્રપતિ કરી ટ્વીટ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને દિવાળીના અવસર પર શુભેચ્છા પાઠવી હતી અને તેમણે જીવનમાં સુખ, સ્વાસ્થ્ય કામના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ધનખડેને ટ્વિટ કર્યું લખ્યું હતું કે, તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, તેજસ્વી પ્રકાશનો આ તહેવાર આપણા જીવનમાં જ્ઞાન, શુભ અને સમૃદ્ધિ લાવે. ઝગમગતા દીવાઓની આકાશ આપણા દેશને આશા, સુખ, આરોગ્યથી પ્રકાશિત કરે.
दीपावली की हार्दिक शुभकामनाएं!
— Vice President of India (@VPSecretariat) October 24, 2022
दीप्तिमान प्रकाश का यह पर्व, हमारे जीवन में ज्ञान, शुभता और समृद्धि लाए। जगमगाते दियों की आभा, हमारे देश को आशा, खुशी, स्वास्थ्य और सौहार्द से प्रकाशित करे। #Deepawali
ADVERTISEMENT
ઓમ બિરલાની શુભેચ્છા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. બિરલાએ ટ્વિટ કર્યું, હતું કે, ઉત્સાહના મહાન તહેવાર દીપાવલી પર તમામ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તેમણે લખ્યું હતું કે, તેમણે કહ્યું, "મા લક્ષ્મી અને ભગવાન શ્રીગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે અને સૌનું કલ્યાણ થાય.
उत्साह और उमंग के महापर्व दीपोत्सव #दीपावली पर समस्त देशवासियों को हार्दिक बधाई और शुभकामनाएँ। माँ लक्ष्मी और भगवान श्री गणेश के आशीर्वाद से सभी के जीवन में सुख-समृद्धि का आलोक हो, सबका कल्याण हो। #HappyDeepavali#Diwali pic.twitter.com/JyscCs7XNi
— Om Birla (@ombirlakota) October 24, 2022
પ્રધાનમંત્રીની દેશવાસીઓને શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને શુભેચ્છા પાઠવતા લખ્યું હતુ કે આ તહેવાર તેમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. તેમણે ટ્વીટ કર્યું, કે, બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રકાશનો આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના. હું આશા રાખું છું કે તમારા પરિવાર અને મિત્રો સાથે અદ્ભુત દિવાળી મનાવો.
दीपावली की आप सभी को ढेरों शुभकामनाएं। प्रकाश का यह पर्व हर किसी के जीवन में खुशियां और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 24, 2022
Wishing everyone a Happy Diwali. Diwali is associated with brightness and radiance. May this auspicious festival further the spirit of joy and well-being in our lives. I hope you have a wonderful Diwali with family and friends.
— Narendra Modi (@narendramodi) October 24, 2022
કોંગ્રેસના નેતા ખડગે, રાહુલ સહિત શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય પાર્ટીના નેતાઓએ સોમવારે દિવાળીની શુભકામનાઓ પાઠવી અને દરેકને ખુશીની શુભેચ્છા પાઠવી. ખડગેએ ટ્વીટ કર્યું કે, દીપોત્સવના અવસર પર, હું તમને બધાને સ્વસ્થ, સુખી જીવનની શુભેચ્છા પાઠવું છું, હેપ્પી દિવાળી. રાહુલ ગાંધીએ ફેસબુકમાંપોસ્ટ કરી કે, તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.