બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / all beneficiaries od pm kisan nidhi will get kisan credit card

લાભ / ખેડૂતોની બલ્લે બલ્લે! પીએમ કિસાન નિધિનાં દરેક લાભાર્થીને સરકાર તરફથી મળશે વધુ એક મોટો લાભ

Jaydeep Shah

Last Updated: 02:39 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સરકાર તરફથી પીએમ કિસાન નિધિનાં બધા લાભાર્થીઓને 'કિસાન ક્રેડિટ કાર્ડ'ની સુવિધા આપવામાં આવશે

  • પીએમ કિસાન નિધિના લાભાર્થીઓને એપ્રિલથી જુલાઈ વચ્ચે મળશે 11મુ ઇન્સ્ટોલમેન્ટ 
  • લાભાર્થીઓને મળશે કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા 
  • અરજી માટે ઘોષણાપત્ર આપવું જરૂરી

 

પીએમ કિસાન સમ્માન નિધિનાં બધા 12.50 કરોડ લાભાર્થીઓને સરકાર તરફથી વધારે એક ફાયદો મળવા જઈ રહ્યો છે. પીએમ કિસાન નિધિનાં લાભાર્થીઓ 11માં ઇન્સ્ટોલમેન્ટની પણ રાહ જોઈ રહ્યા છે. આ ઇન્સ્ટોલમેન્ટ તેમને એપ્રિલથી જુલાઈ વચ્ચે આપવામાં આવશે. સરકાર તરફથી આઝાદીનાં અમૃત મહોત્સવનાં અવસર પર 'કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી' કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. 

વિશેષ ગ્રામ સભાઓનું થઇ રહ્યું છે આયોજન 
'કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી' તોજના હેઠળ પીએમ કિસાન નિધિનાં બધા લાભાર્થીઓને 'કિસાન ક્રેડિટ કાર્ડ'ની સુવિધા આપવામાં આવશે. આ માટે 1 મે સુધી વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરી કિસાન ક્રેડિટ કાર્ડથી વંચિત ખેડૂતોનાં આવેદન તૈયાર કરી સંબંધિત બેન્ક શાખાઓને મોકલવામાં આવી રહ્યા છે. 

ઘોષણાપત્ર આપવું જરૂરી 
સરકાર તરફથી જાહેર આદેશ અનુસાર, જો પીએમ કિસાન નિધિનાં કોઈ લાભાર્થી પાસે 'કિસાન ક્રેડિટ કાર્ડ' નથી, તો તેઓ બેન્કનો સંપર્ક કરીને અરજી કરી શકે છે. આ માટે તેમણે અમુક ડોક્યુમેન્ટ સાથે ઘોષણાપત્ર પણ આપવું પડશે. 

અરજી માટે શું શું આપવું પડશે 
એક પાનાનાં સરળ અરજી પત્રમાં જમીન સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ, પાકનું વિવરણ અને ઘોષણાપત્ર કે લાભાર્થીને કોઈપણ બેન્ક તરફથી 'કિસાન ક્રેડિટ કાર્ડ'ની સુવિધા નથી મળી રહી. સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય બધા ખેડૂતોને ક્રેડિટ કાર્ડનો લાભ આપવાનો છે. 

જણાવી દઈએ કે પીએમ કિસાન નિધિનાં દરેક લાભાર્થીનું ઈ કેવાયસી હોવું જરૂરી છે. આ માટે સરકાર તરફથી મોબાઈલ અને લેપટોપથી પણ e-KYCની સુવિધા શરુ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India pm kisan nidhi scheme પીએમ કિસાન નિધિ યોજના pm kisan nidhi scheme
Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ