ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હકીકતમાં સાવ વિચિત્ર દેખાતી વસ્તુ એ એક જીવ છે. જેની અંદર જે પણ ભરેલુ છે, તે બાહર જોઈ શકાય છે. આ પારદર્શી જીવના પેટમાં એવું લાગે છે કે, જાણે ચમકતો કુરકુકીયાનો ટુકડો હોય. મળી આવેલ આ ચીજ એકદમ અનોખી લાગી રહી છે. તે એક બેગની જેમ દેખાય છે. અંદર સામાન પણ સાવ વિચિત્ર છે.
Alien shopping-bag ocean weirdo has glowing Cheetos for guts https://t.co/gnnVsiayc4
ADVERTISEMENT
— Live Science (@LiveScience) May 20, 2022
ADVERTISEMENT
આ દરિયાઈ કાકડીની અજાણી પ્રજાતિ છે
સમુદ્રમાં લગભગ 7221 ફીટ ઉંડાણમાં આ જીવને શોધવામાં આવ્યું છે. જે દરિયાઈ કાકડીની એક અજાણી પ્રજાતિ છે. તેને એક વીડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. The Ocean Exploration Trust's Nautilus Live માં એજ્યુકેશન અને આઉટ રીચના નિર્દેશક મેગન કુકનું કહેવું છે કે, પ્રશાંત મહાસાગરના પેટાળમાં એક ROVએ તેના કેમેરામાં કેદ કરી છે. ROV એટલે પાણીની અંદર તરવા વાળું વ્હીકલ જેને રિમોટથી ચલાવવામાં આવે છે. જે કિંગમેન રીફ અને પાલ્માયરા એટોલમાં એક સિમાઉંટ પાસે જોવામાં આવ્યું હતું.
આ જાનવરને જોઈને લોકોમાં કૌતુક
રોમન કુકનું કહેવું છે કે, આ વિચિત્ર જાનવરને જોવુ તે રોમાંચક ઘટના બરાબર છે. કેમકે અહીં ખૂબજ અનોખા જાનવર જોવા મળી આવે છે. તે સમુદ્રના પેટાળમાં જ રહે છે અને મૃત જાનવરોનું મળ,ત્વચાની કોશિકાઓ અને ટુકડાઓ પર જીવીત રહે છે. EV નોટિલસ ROV ડાઈવને લાઈવસ્ટ્રીમ કરે છે. વર્તમાન સિઝન ઓક્ટોબરનાં અંત સુધી ચાલશે.જેને તમે પણ ઘરે બેઠા YouTube પર /EVNautilus લખીને નિહાળી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ