બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / alia bhatt and ranbir kapoor marriage card viral on social media actress reacted

Video / રણબીર અને આલિયાની કંકોત્રી વાયરલ થઈ, તો જુઓ અભિનેત્રીએ મજેદાર રિએક્શન આપ્યું

Published By: Mehul

Last Updated: 11:07 PM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નને લઇને રૂમર્સ ફેલાઇ રહ્યા છે. કેટલાક સમય પહેલા સમાચાર મળ્યા હતા કે આલિયા ભટ્ટે પોતાના લગ્નનો લહેંગાનો ઓર્ડર પણ કર્યો છે. ત્યારે હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કંકોત્રી પણ છપાઇ ચુકી છે. અને બોલીવુડના આ કપલના લગ્ન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવા જઇ રહ્યા છે.

  • આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નને લઇને રૂમર્સ
  • બોલીવુડના આ કપલના લગ્ન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ
  • લગ્નની કંકોત્રી પર આલિયા ભટ્ટે આપ્યા ઇન્ટરેસ્ટિંગ રિએક્શન, Video Viral

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યી છે. હકીકતમાં આ તેમના ફેન્સના કારસ્તાન છે. ફેન્સે તો લગ્નની કંકોત્રીમાં આલિયા અને રણબીરના લગ્નના લોકેશન સુધીની વાત બતાવી નાંખી. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલી કંકોત્રી મુજબ, આલિયા અને રણબીરના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં (Umaid Bhawan Palace) કરવામાં આવશે. 

 

જ્યારે આલિયાને પોતાના અને રણબીરના લગ્નની કંકોત્રી વિશે જાણ થઇ ત્યારે તેણે રિએક્શન ઇન્ટરેસ્ટિંગ આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આલિયા ભટ્ટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસ હંસવા લાગી અને તેણે કહ્યું, 'શું બતાઉ?' એક્ટ્રેસનું રિએક્શન જોઇ ત્યાં હાજર ફોટોગ્રાફર હસી પડ્યા હતા. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Good morning ❤ #aliabhatt

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા કોઇ ફેને આલિયા અને રણબીરના લગ્નની એક ફોટો શેયર કરી હતી. જેમા આલિયા, રણબીરના ગળામાં વરમાળા નાંખતી નજરે પડી હતી. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે, ફેન્સને પણ બંનેના લગ્નને લઇને કેટલી ઉત્સુકતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Alia Bhatt Bollywood News Marriage Ranbir Kapoor Social Media entertainment news ગુજરાતી ન્યૂઝ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ