બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / akshay kumar donate 1 crore to 25 flood stricken families in bihar

ચર્ચા / અસમ બાદ અક્ષય કુમારે કરી બિહાર પૂર પીડિતોની મદદ, દાન કર્યા 1 કરોડ

Published By: Krupa

Last Updated: 12:04 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાક સમય પહેલા અક્ષય કુમારે અસમ પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ દાન આપ્યા હતા અને હવે એને પૂર પીડિતો માટે 1 કરોડ દાન કર્યા છે. છઠ પૂજાના પ્રસંગે 25 પીડિત પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે.

  • અક્ષય કુમાર બિહાર પૂર પીડિતો માટે આગળ આવ્યો છે
  • એક કરોડ દાન આપવાની જાહેરાત કરી છે
  • છઠ્ઠ પૂજાના પ્રસંગે આ તમામ પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે

અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત રિયલ લાઇફમાં પણ ઘણા લોકો માટે એમનો હીરો છે. રિયલ લાઇફમાં જ્યારે પણ લોકોને એની જરૂર હોય છે એ મદદ માટે આગળ આવે છે. ખુલીને દાન કરવા માટે એ હંમેશા આગળ રહે છે. જ્યારે પણ દેશ પર કોઇ આપત્તિ આવે છો, તો બોલીવુડથી અક્ષય કુમારનો હાથ મદદ માટે સૌથી પહેલા ઊઠે છે. તાજેતરમાં જ અક્ષય કુમાર બિહાર પૂર પીડિતો માટે આગળ આવ્યો છે અને એક કરોડ દાન આપવાની જાહેરાત કરી છે. 

થોડાક દિવસો અગાઉ બિહારમાં આવેલા પૂરથી લાખો લોકોને અસર થઇ હતી. એમાં તમામ લોકોનું ઘર અને રોજગાર છીનવાઇ ગયો હતો. એમાંથી કેટલાક પરિવાર એવા હતા કે જેમની હાલત ખૂબ ખરાબ હતી. એમા એ લોકો પણ સામેલ છે જે બીજાને રોજગાર આપતા હતા, હવે ખુદ રોજી રોટી માટે ભટકી રહ્યા છે. 

એક મીડિયાની મદદથી એવા પરિવારોને શોધવામાં આવ્યા જેમને પૂરમાં પોતાનું બધું ગુમાવી દીધું. એમાં સર્વાધિક પ્રભાવિક 25 પરિવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. હવે અક્ષય કુમાર છઠ્ઠ પૂજાના પ્રસંગે આ તમામ પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે. 

વર્કફ્રંટની વાત કરીએ તો ગત સપ્તાહે અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થઇ. આ ફિલ્મ એની ચાલુ વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સૌથી નબળી સાબિત થઇ, મલ્ટી સ્ટાર ફિલ્મ હોવા છતાં હાઉસફુલ 4ના પહેલા દિવસે કલેક્શનમાં 20 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bihar flood Bollywood અક્ષય કુમાર દાન પૂર પીડિત Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ