બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Ajinkya Rahane scolds Yashaswi Jaiswal in such a way that his career turned upside down

ક્રિકેટ / ચાલુ મેચમાં આપી ગાળ તો રહાણેએ મેદાનની બહાર કાઢ્યો: એ દિવસ પછી યશસ્વી જયસ્વાલનું બદલાઈ ગયું કરિયર

Vishal Khamar

Last Updated: 08:21 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજિંક્ય રહાણેએ એક મેચમાં યશસ્વી જયસ્વાલને એવી રીતે ઠપકો આપ્યો કે તેની કારકિર્દી પલટાઈ ગઈ. તે મેચમાં યશસ્વી જયસ્વાલ વધુ પડતી સ્લેજિંગ કરી રહ્યો હતો. જેના પછી ટીમના તત્કાલીન કેપ્ટન રહાણેએ તેને મેદાનની બહાર ફેંકી દીધો હતો.

  • એક જ ઠપકામાં બદલાઈ ગઈ યશસ્વી જયસ્વાલની કારકિર્દી
  • યશસ્વી જયસ્વાલના અનુશાસનહીન વલણના કારણે રહાણેએ પગલું ભરવું પડ્યું
  • યશસ્વી જયસ્વાલ વારંવાર રવિ તેજાને સ્લેજિંગ કરી રહ્યા હતો

 સ્થળ કોઈમ્બતુર હતું, દુલીપ ટ્રોફીની ફાઈનલની મેચ 21 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી અને 25 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી. આ મેચ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાઈ હતી. અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં વેસ્ટ ઝોને 294 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ પણ રમી રહ્યો હતો, પ્રથમ દાવમાં માત્ર 1 રન બનાવનાર જયસ્વાલે બીજી ઈનિંગમાં 265 રન બનાવ્યા હતા. આ કારણથી તેને 'પ્લેયર ઓફ ધ મેચ' આપવામાં આવ્યો હતો. 

વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમના ખેલાડી યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર મોકલી દીધો હતો. યશસ્વી જયસ્વાલના અનુશાસનહીન વલણના કારણે રહાણેએ આ પગલું ભરવું પડ્યું હતું. યશસ્વી વારંવાર દક્ષિણ ઝોનના બેટ્સમેન, ખાસ કરીને રવિ તેજાને સ્લેજિંગ કરતો હતો.

આ અંગે અમ્પાયરોએ યશસ્વીને બે-ત્રણ વખત ચેતવણી પણ આપી હતી. ઇનિંગ્સની 57મી ઓવરમાં જ્યારે યશસ્વીએ ફરી આવું જ કર્યું ત્યારે અમ્પાયરોએ કેપ્ટન રહાણે સાથે લાંબી વાતચીત કરી હતી, જેના પછી યશસ્વીને મેદાન છોડવું પડ્યું હતું. ખાસ વાત એ છે કે અમ્પાયરોએ વેસ્ટ ઝોનને અવેજી ફિલ્ડર રાખવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે તેમણે કેટલીક ઓવરો સુધી 10 ખેલાડીઓ સાથે મેદાન પર રહેવું પડ્યું હતું.

એવું માનવામાં આવે છે કે અજિંક્યની ઠપકોની યશસ્વી પર ઘણી અસર થઈ હતી. તેની કારકિર્દીમાં પણ ઘણો બદલાવ આવ્યો હતો. તે વર્ષ 2022 હતું. IPL 2022ની 10 મેચોમાં 25.80ની ઝડપે 258 રન બનાવનાર યશસ્વીએ આગલા વર્ષે એટલે કે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2023માં યશસ્વી જયસ્વાલે 14 મેચમાં 625 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 48.08 હતી અને સ્ટ્રાઈક રેટ 163.61 હતો.

ત્યારપછી યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો અને  આઈપીએલ 2023માં તેના પ્રદર્શનનો ઈનામ મળ્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જુલાઈ 2023થી શરૂ થનારી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ ટેસ્ટ મેચમાં તેણે 171 રનની ઇનિંગ રમી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાદમાં, તેણે તે જ પ્રવાસ પર ટી20 ડેબ્યૂ કર્યું. 

ભદોહીથી મુંબઈ પહોંચેલા યશસ્વીના સંઘર્ષની વાર્તા  ખૂબ જ હૃદયસ્પર્શી છે. તે ડેરીમાં કામ કરતો હતો અને ગોલગપ્પા પણ વેચતો હતો. યુપીના ભદોહીમાં 28 ડિસેમ્બર 2001ના રોજ જન્મેલા યશસ્વી જયવાલ 12 વર્ષની ઉંમરે મુંબઈ પહોંચ્યા અને આઝાદ મેદાનમાં ક્રિકેટની એબીસીડી શીખી.અહીં તે મુસ્લિમ યુનાઈટેડ ક્લબના કોચ ઈમરાન સિંહના સંપર્કમાં આવ્યો હતો. કોચ ઈમરાને કહ્યું કે જો તે મેચમાં પ્રદર્શન કરશે તો તેને ટેન્ટમાં રહેવા મળશે.  

એવો દાવો કરવામાં આવે છે કે યશસ્વીએ પોતાનું જીવન આઝાદ મેદાન પાસેના તંબુમાં રહીને વિતાવ્યું હતું અને ડેરીમાં પણ કામ કર્યું હતું. યશસ્વીએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ગોલગપ્પા પણ વેચ્યા હતા. અહીં જ કોચ જ્વાલા સિંહે તેને પહેલીવાર જોયો, પછી તે તેને ઉપનગરીય સાંતાક્રુઝમાં સ્થિત તેના કોચિંગ સેન્ટરમાં લઈ ગયો.

2019માં વિજય હજારે ટ્રોફીમાં યશસ્વીનું બેટ ગર્જના કરતું હતું
ઓક્ટોબર 2019માં યશસ્વીના જીવનમાં મોટો યુ-ટર્ન આવ્યો હતો. જ્યારે તેણે વિજય હજારે ટ્રોફીમાં 113, 22, 122, 203 અને અણનમ 60 રન બનાવ્યા હતા. પછીના વર્ષે, યશસ્વીએ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી, જ્યાં તે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' હતો અને ટીમ રનર-અપ રહી.

વધુ વાંચોઃ આ કારણે સીરિઝ પડતી મૂકી ભાગ્યો વિરાટ, કોહલી-અનુષ્કાના ઘરે ફરી ગુંજશે કિલકારી, ક્રિકેટર મિત્રએ કર્યું કન્ફર્મ

યશસ્વી જયસ્વા ભારત માટે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ અને 17 T20 મેચ રમી ચુક્યા છે. ટેસ્ટ મેચોમાં, યશસ્વીએ 63.50ની એવરેજથી 635 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને ઘણી અડધી સદી સામેલ છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં યશસ્વીના નામે 33.46ની એવરેજથી 502 રન નોંધાયેલા છે. યશસ્વીએ ટી20 ઈન્ટરનેશનલમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ