બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli anushka sharma second baby is on the way

ના હોય! / આ કારણે સીરિઝ પડતી મૂકી ભાગ્યો વિરાટ, કોહલી-અનુષ્કાના ઘરે ફરી ગુંજશે કિલકારી, ક્રિકેટર મિત્રએ કર્યું કન્ફર્મ

Arohi

Last Updated: 11:01 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Anushka Sharma Second Baby: ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની શરૂઆતની બે મેચોથી વિરાટ કોહલીએ હટવાનો નિર્ણય કરી લીધો છે. કોહલીએ પર્સનલ કારણોથી આ નિર્ણય લીધો છે. હવે વિરાટના મિત્રએ કન્ફર્મ કર્યું છે કે વિરાટ-અનુષ્કા પોતાના બીજા બેબીનું વેલકમ કરવાની તૈયારીમાં છે.

  • આ કારણે કોહલીએ લીધો સીરિઝમાંથી બ્રેક 
  • ટૂંક સમયમાં આવવાની છે ખુશખબરી 
  • ખાસ મિત્રએ કર્યું કન્ફર્મ 

સાઉથ આફ્રીકાના પૂર્વ કેપ્ટન અને વિરાટ કોહલીના મિત્ર એબી ડિવિલિયર્સે જણાવ્યું કે કોહલી-અનુષ્કા પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે અને બન્ને પોતાના બીજા બેબીનું વેલકમ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના સામે શરૂઆતની બે ટેસ્ટ મેચોથી હટવાનો નિર્ણય કર્યો છે. 

BCCIએ તેની જાણકારી આપતા કહ્યું કે વિરાટ કોહલી પર્સનલ કારણોથી બ્રેક લઈ રહ્યા છે. જોકે કોહલીના સીરિઝમાં પરત ફરવાને લઈને કોઈ અપડેટ નથી. આ વચ્ચે ડિવિલિયર્સે તેની સાથે જોડાયેલી એક મોટી જાણકારી પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા આપી છે. 

કોહલીને લઈને બોલ્યા ડિવિલયર્સ 
સાઉથ આફ્રીકાના પૂર્વ બેટ્સમેન એબી ડિવિલિયર્સે શનિવારે કહ્યું કે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલી 5 મેચોની સીરિઝની પહેલી બે ટેસ્ટ મેચોથી વિરાટ કોહલીએ બ્રેક લીધા બાદ તેમણે વિરાટ સાથે વાત કરી. 

એબી ડિવિલિયર્સે પોતાના ફેંસને જણાવ્યું કે વિરાટ કોહલી ઠીક છે અને પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કોહલી અને અનુષ્કા શર્મા પોતાના બીજા બાળકનું વેલકમ કરવાની તૈયારીમાં છે. ડિવિલિયર્સે પોતાના એક લાઈવ યુટ્યુબ શૉમાં આ જાણકારી આપી છે. 

 

કોહલી સાથે થઈ વાત 
ડિવિલિયર્સે જણાવ્યું કે તેમની વિરાટ કોહલી સાથે મેસેજ પર કંઈક વાત થઈ... ડિવિલિયર્સે કોહલીને ટેક્સ્ટ કરતા લખ્યું હતું, "ઘણા સમયથી તમને મળવા માંગતો હતો. તમે કેમ છો? તેના પર કોહલીએ જવાબ આપતા લખ્યું, હવે મને મારા પરિવાર સાથે રહેવાની જરૂર છે. હું ઠીક છું."

વધુ વાંચો: બૂમરાહનો 'જાદુઇ છગ્ગો': એકલા હાથે ઈંગ્લેન્ડને ઠેકાણે પાડ્યું, બનાવ્યો મહા રેકોર્ડ

ડિવિલર્સે યુટ્યુબ વીડિયોમાં આગળ જણાવ્યું, "હાં તે પોતાના બીજા બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છે. આ પરિવારનો સમય છે અને આ તેમના માટે મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મોટાભાગના લોકોની પ્રાથમિકતા પરિવાર છે. તમે તેના માટે વિરાટને જજ ન કરી શકો. હાં, અમે તેને મિસ કરીએ છીએ. પરંતુ તેમણે એકદમ યોગ્ય નિર્ણય લીધો છે." ડિવિલિયર્સે અંતમાં કોહલી અને અનુષ્કાને તેમના આવનાર બીજા બાળકના જન્મ માટે શુભકામનાઓ પણ આપી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ