બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng: Jaspreet Bumrah hit 6 wickets in first innings of second match of series
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેંડની વચ્ચે વાઈજેગનાં ક્રિકેટ સ્ટેડિયમમાં દ્વિતીય ટેસ્ટ મેચ ચાલી રહી છે. મેચનો આજે બીજો દિવસ છે ત્યારે ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 396 રનનો સ્કોર બનાવ્યો છે જ્યારે સામે પક્ષે ઈંગ્લેંડ પહેલી ઈનિંગમાં 253 રનમાં સમેટાઈ ગઈ છે. ભારતને પહેલી ઈનિંગનાં આધારે 153 રનોની બઢત મળી છે. હવે ભારતની બીજી ઈનિંગ શરૂ થઈ ચૂકી છે.
Innings Break!
— BCCI (@BCCI) February 3, 2024
England are all-out for 2⃣5⃣3⃣
6⃣ wickets for vice-captain @Jaspritbumrah93
3⃣ wickets for @imkuldeep18
1⃣ wicket for @akshar2026
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/wb4s7EXIuu
ADVERTISEMENT
બુમરાહે ઈંગ્લેંડને આપ્યાં 6 વિકેટનાં ઝટકાં
જસપ્રીત બુમરાહે આ મેચમાં ઈંગ્લેંડની હાલત ખરાબ કરી દીધી છે. પહેલી ઈનિંગમાં બુમરાહે 6 વિકેટ લીધી અને પોતાના ટેસ્ટ કરિયરની 150 વિકેટ પણ પૂરી કરી લીધી છે.
ADVERTISEMENT
United By Celebration! 👏 👏
— BCCI (@BCCI) February 3, 2024
Yashasvi Jaiswal 🤝 Jasprit Bumrah #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/A2jYfKCgH7
જે પિચને સ્પિન માટે એકદમ યોગ્ય માનવામાં આવી રહ્યું હતું ત્યાં બુમરાહે બેઝબોલની બેંડ વગાડી દીધી. પહેલી ઈનિંગમાં ઈંગ્લેંડનાં કેપ્ટન હેન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરીને જસપ્રીત બુમરાહે 150 વિકેટ પૂરા કર્યાં અને એક મોટો રેકોર્ડ પોતાના નામ કર્યો. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી તેજ 150 વિકેટ લેનારા સ્પીડ બોલર બની ગયાં છે.
ADVERTISEMENT
𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱
— JioCinema (@JioCinema) February 3, 2024
1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir
ADVERTISEMENT
યશસ્વીનું યશસ્વી પર્ફોર્મન્સ
ભારતીય ટીમની પહેલી ઈનિંગમાં હાઈલાઈટ પર્ફોર્મન્સ યશસ્વી જેસવાલ દ્વારા ફટકારવામાં આવેલી બમણી સદી રહી. યશસ્વી જેસવાલે 209 રન 290 બોલમાં બનાવ્યાં જેમાં 19 ચોગ્ગાં અને 7 છગ્ગા ફટકાર્યાં હતાં. જો કે આ બાદ તેઓ જેમ્સ એંડરસનનો શિકાર બન્યાં અને આઉટ થઈ ગયાં. યશસ્વી સિવાય કોઈપણ બેટર 35 રનનો આંકડો પણ ન સ્પર્શી શક્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.