ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / airtel announces rs 6000 cashback offer for users who purchase smartphones from leading brands

કેશબેક / જલ્દી કરો! 12,000ના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 6000 રૂપિયા સુધીનું કૅશબેક, જાણો ઓફર

Published By: Premal

Last Updated: 05:14 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપિયા 12,000ના ફોનની ખરીદી અને રૂપિયા 6000 કેશબેકમાં મેળવો. જો કોઈ તમને આવી ઓફર આપે તો તમે આ ઓફરને છોડી દેશો. આ ઓફર ભારતની એક મોટી ટેલિકોમ કંપની એરટેલ આપી રહી છે.રૂપિયા 12,000ના ફોનની ખરીદી અને રૂપિયા 6000 કેશબેકમાં મેળવો. જો કોઈ તમને આવી ઓફર આપે તો તમે આ ઓફરને છોડી દેશો. આ ઓફર ભારતની એક મોટી ટેલિકોમ કંપની એરટેલ આપી રહી છે.

ADVERTISEMENT

  • ભારતની ટેલિકોમ કંપની એરટેલે કરી જાહેરાત
  • રૂ. 12,000 સુધીનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો 6000 સુધીનું કેશબેક
  • સ્માર્ટ ફોન ખરીદ્યા બાદ રૂ. 249 અથવા તેનાથી વધુનું પ્રિપેડ પેક લેવુ પડશે

કેવીરીતે મળશે આ કેશબેક

મારા પ્રથમ સ્માર્ટફોન પ્રોગ્રામ હેઠળ એરટેલે શુક્રવારે જાહેરાત કરી છે કે રૂપિયા 12,000 સુધીના ફોનની ખરીદી પર રૂ. 6000 સુધીનુ કેશબેક મેળવી શકો છો. રૂ. 6000નું કેશબેક મેળવવા માટે ગ્રાહકે સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવો પડશે. જેની કિંમત રૂપિયા 12,000 હોઇ શકે છે. ત્યારબાદ તેને દર મહિને એરટેલનો રૂ. 249 અથવા તેનાથી વધુનું પ્રિપેડ પેક લેવુ પડશે. આ એક વખત નહીં પરંતુ સતત 36 મહિના માટે લેવુ પડશે. જો ગ્રાહક 36 મહિના સુધી રૂ. 249 અથવા તેનાથી વધુ રિચાર્જ કરાવે છે તો તેને એરટેલ તરફથી બે ભાગમાં રૂપિયા 6000નું કેશબેક આપવામાં આવશે.

કેશબેકનો પ્રથમ હપ્તો ગ્રાહકોને 18 મહિના બાદ મળશે

કેશબેકનો પ્રથમ હપ્તો ગ્રાહકોને 18 મહિના બાદ મળશે. એટલેકે સતત 18 મહિના રિચાર્જ કરાવ્યાં બાદ ગ્રાહકને પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે, જે રૂપિયા 2000ની હશે. બાકી બચેલા રૂપિયા 4000 ગ્રાહકને ત્યારે મળશે જ્યારે તેના 36 મહિના પૂર્ણ થઇ જશે. એટલેકે જો સતત 36 મહિના સુધી તે રિચાર્જ કરાવે છે તો તેને અંતમાં રૂપિયા 6000નું કેશબેક મળશે. મહત્વનું છે કે, આ સ્કીમમાં લગભગ 150થી વધુ સ્માર્ટફોન સામેલ કરવામાં આવ્યાં છે.

કોઈ પણ ગ્રાહક જો ઈચ્છે તો રૂપિયા 6000 વાળો ફોન પણ લઇ શકે છે. 3 વર્ષનો સમય પૂર્ણ થયા બાદ તેને પોતાના હેન્ડસેટની આખી કિંમત કેશબેકમાં મળી જશે. એટલેકે તેને હેન્ડસેટ ફ્રીમાં મળી જશે. કંપની તરફથી આ કી 'મેરા પહલા સ્માર્ટફોન' પ્રોગ્રામ હેઠળ કાઢવામાં આવી છે.

કંપનીને શું ફાયદો

મહત્વનું છે કે, કંપની પોતાની સાથે વધુમાં વધુ ગ્રાહકોને જોડવા ઈચ્છે છે અને કંપનીની ઈચ્છા છે કે તે દરેક ગ્રાહકને પોતાની સાથે લાંબા સમય સુધી જોડી રાખે. જો કોઈ વ્યક્તિ સતત ત્રણ વર્ષ સુધી એક જ કંપનીની સેવાઓ લેતો રહેશે તો સ્વાભાવિક રીતે તેની ભાવનાઓ આ કંપની સાથે જોડાયેલી રહે છે અને કંપનીને ભવિષ્યમા તેનો ફાયદો થાય.

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Cash back Festival Offer SmartPhone Bharti Airtel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ