Team VTV12:44 PM, 22 Apr 18
| Updated: 06:54 PM, 30 Mar 19
નવી દિલ્હીઃ એરઈન્ડિયાની ફ્લાઈટમાં એકાએક એરક્રાફટની બારીની અંદરની તરફની જાળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના સર્જાતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોના ઓક્સીજનના માસ્ક વિમાનમાંથી નીચે પડ્યા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે અમૃતસરથી દિલ્લી જઈ રહેલી બોઈન્ગ 787 ડ્રીમલાઈનરમાં એકાએક ઘટના સર્જાઈ હતી. આ ઘટના સર્જાતા એરલાઈન ઓથોરિટી અને એવિએશનની એજન્સીઓ પણ હૈરાન થઈ છે. ત્યારે હવે આ મામલે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એરઇન્ડિયાના વિમાન AI 462માં અચાનક ઝટકો લાગ્યો. અચાનક ઝટકો લગાવવાના કારણથી વિંડોનું પેનલ ટૂટીને એક પેસેન્જરના માથા ઉપર પડી જેના કારણથી તે ઇજાગ્રસ્ત થયો તે સિવાય બે અન્ય યાત્રિયોને પણ ઇજા પહોંચી છે. સમાચારનું માનીએ તો પેસેન્જરે કદાચ સીટ બેલ્ટ નહોતી પહેરી હતી જેના કારણથી તેમને ઇજા થઇ હતી.