બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ખુશખબર! Galaxy S26 લોન્ચ પહેલા 25,000 રુપિયા સસ્તો થયો આ પાવરફુલ AI ફિચર્સ વાળો કેમેરા ફોન
Last Updated: 01:10 AM, 26 February 2026
સેમસંગના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ કંપનીના નવા ફ્લેગશિપ ફોન Galaxy S26 seriesના લોન્ચ પહેલા જ પ્રિવીયસ મોડેલની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. Samsung Galaxy S25 Plus હવે તેની લોન્ચ કિંમત કરતા 25,000 રૂપિયા સસ્તો થયો છે. અગાઉ તેની ઊંચી કિંમતે ઘણા લોકો તેને ખરીદતા નહતા. પરંતુ કિંમત ઘટાડાથી આ ડીલ વધુ આકર્ષક બની છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, Galaxy S25 પ્લસનું બેઝ 12GB + 256GB વેરિઅન્ટ 99,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ 25,000 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ તે હવે ફ્લિપકાર્ટ પર 74,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ સિવાય Galaxy S25 પ્લસને વધુ સસ્તામાં ખરીદવા માટે બેંક ઑફર્સ અને નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંકનો લાભ લઈને તમે 3750 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. જે કિંમતમાં વધુ ઘટાડશે.
આ ફોનમાં ક્વાડ HD+ રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચની મોટી ડાયનેમિક AMOLED 2X સ્ક્રીન અને 120Hz રિફ્રેશ રેટ છે. આ સ્ક્રીન ખૂબ જ બ્રાઇટ છે જે સીધા સૂર્યપ્રકાશમાં પણ તેને સ્પષ્ટ બનાવે છે. વીડિયોઝ, ગેમ અને ડેઇલી યુઝ એક સરળ અને કલરફુલ એક્સપિરિયન્સ આપે છે. સ્ક્રીન કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે, જે સ્ક્રેચ અને ડ્રોપ રજિસ્ટન્સ આપે છે.
ADVERTISEMENT

ગેલેક્સી S25 પ્લસ ગેલેક્સી ડિવાઇસ માટે ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા ચાલે છે જે તેના મજબૂત પર્ફોમન્સ માટે જાણીતું એક પાવરફુલ ચિપસેટ છે. તે 12GB RAM અને 256GB અથવા 512GB સુધી બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે, જે મોટી ફાઇલો, રમતો અને એપ્લિકેશનો સ્ટોર કરવાનું સરળ બનાવે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, Wi-Fi 7 અને બ્લૂટૂથ 5.4 સામેલ છે. જે ફાસ્ટ નેટવર્ક અને ડેટા ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે.
ADVERTISEMENT
ગેલેક્સી S25 પ્લસની કેમેરા સિસ્ટમ શાનદાર છે. રીયર 50MP પ્રાઈમરી કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 10MP ટેલિફોટો લેન્સ છે. આ કેમેરા લો લાઈટ, પોટ્રેટ અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં સારું પર્ફોમન્સ કરે છે. ટેલિફોટો લેન્સ 3x ઓપ્ટિકલ ઝૂમ અને 30x સુધી ડિજિટલ ઝૂમ પણ આપે છે. ફોન 8K સુધીના વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે, જેનાથી હાઈ ક્વોલીટીવાળા વીડિયો કેપ્ચર કરવાનું સરળ બને છે. 12MP ફ્રન્ટ કેમેરા છે, જે સેલ્ફી અને વીડિયો કૉલ્સમાં સુધારો કરે છે.
ADVERTISEMENT
આ ફોન IP68 સર્ટિફાઈડ છે, જેનો મતલબ કે તે વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક જેવી એડવાન્સ સુરક્ષા સુવિધાઓ પણ છે. ફોન 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે જે લગભગ 30 મિનિટમાં બેટરીને 65% સુધી ચાર્જ કરી શકે છે. તે 15W વાયરલેસ ચાર્જિંગ અને 4.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જેનાથી તમે અન્ય ડિવાઇસને ચાર્જ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.