બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites now be alert about violation of rules, apart from police, AMC will also come with e-memo, AI system started

જાણી લો / અમદાવાદીઓ હવે નિયમ ભંગ અંગે ચેતી જાજો, પોલીસ ઉપરાંત AMCનો પણ આવશે ઈ મેમો, AI સિસ્ટમ શરૂ

Dinesh

Last Updated: 11:27 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે રીતે લોકો નિયમોનું સારેઆમ ભંગ કરે છે તેવા અમદાવાદીઓ માટે હવે ચેતી જવાના દિવસો આવી ગયા છે.

વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ટેકનોલોજી પણ દિવસેને દિવસે અપગ્રેડ થઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાંનો નિર્ણય કરવામાં લેવાયો છે. બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખાસ જોગવાઈ તો કરવામાં આવી હતી જ પરંતુ હવે તેનો અમલ કરવાનું AMC નક્કી કરી લીધું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલમાં કાયદાનો ભંગ બદલ ફકત ઇ મેમો જ ઇસ્યુ કરવામાં આવે છે  જેમાં પણ અમદાવાદ પોલીસ તંત્ર પહોંચી શકતું નથી ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ દંડ વસૂલ કરવાનો અને અમદાવાદીઓ તથા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના 5000 જેટલા કેમેરાને AI ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં અનેક પ્રકારના મેમાઓ અને કાયદાઓનો ભંગ બદલ મેમો ઇસ્યુ કરવામાં આવશે. 

નિયમો ભંગ બદલ કાર્યવાહી
અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે રીતે લોકો નિયમોનું સારેઆમ ભંગ કરે છે તેવા અમદાવાદીઓ માટે હવે ચેતી જવાના દિવસો આવી ગયા છે. કારણ કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો કે કોર્પોરેશનના કોઈ નિયમને અવગણ્યો તો તમે ત્રીજી નજરના રડારમાં આવી જશો અને તમારી સામે દંડનાત્મક કાર્યવાહી થશે. કોર્પોરેશન દ્વારા એ આઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી નિયમભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી માત્ર સિગ્નલ ભંગના મેમાં આપવામાં આવતા હતા પણ હવે 30થી વધુ બાબતો અંગે મેમા ફટકારવામાં આવશે. 

વાંચવા જેવું: વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ, જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવું

અમદાવાદમાં 'AI' સજ્જ
આમ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના તમામ સીસીટીવી કેમેરાથી પોલીસના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેને સીસીટીવી કેમેરા અને કંટ્રોલરૂમ સાથે જોડી દેવામાં આવશે જેથી નિયમ ભંગ કરનારા પકડાઈ જશે. નિયમોની વાત કરવામાં આવે તો લાલ સિગ્નલ ભંગ, ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ, રોંગ સાઈડ, સીટબેલ્ટ વગર, હેલ્મેટ વગર, ત્રણ સવારી, નો પાર્કિંગ, BRTS લેનમાં વાહન ચલાવવું જેવા વિવિધ નિયમોને લઈ લાલ આંખ કરાશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ