બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Political Mathematics of Dhaval Patel and Anant Patel on Valsad seat

ચૂંટણી 2024 / વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ, જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવું

Dinesh

Last Updated: 07:43 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad Lok Sabha seat: વલસાડ બેઠક સાથે વિશેષ માન્યતા જોડાયેલી છે કે, જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ 9 વાર જીતી છે જ્યારે ત્રણ વાર વલસાડ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે.

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષે જોરશોરથી પ્રચારની પરીક્રમા શરૂ કરી દીધી છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે પણ 7 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ પોતાના ઉમેદવારોને રાજકીય મેદાને ઉતારી દીધા છે. જેમાં ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. અહીં અનંત પટેલના જોરમાં પ્રચારને લઈ અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ત્યારે આ બેઠકની વિગતે વાત કરીએ.

વલસાડ લોકસભા

ભાજપ ઉમેદવાર    ધવલ પટેલ
કોંગ્રેસ ઉમેગવાર    અનંત પટેલ

કોણ છે ધવલ પટેલ?

ધોડિયા પટેલ સમાજનો અગ્રણી ચહેરો છે ધવલ પટેલ. ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પ્રભારી તરીકે રહ્યા તેમજ આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી તરીકે કામગીરી કરી છે. સ્થાનિક સ્તરે આદિવાસીઓના પ્રશ્નોને ઉકેલ્યા પણ છે

કોણ છે અનંત પટેલ?

વાંસદાના વર્તમાન ધારાસભ્ય છે.  તેઓ આદિવાસી સમાજનો અગ્રણી ચહેરો છે.  જેઓ 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા. યુથ કોંગ્રેસમાં પણ કામગીરી કરી ચુક્યા છે. ઉનાઈ ગ્રામપંચાયતના સરપંચ તરીકે રહ્યા તેમજ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહ્યા. તેઓ 2017માં વાંસદાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા તો તાપી-પાર પ્રોજેક્ટ સામે વિરોધનો આગળ પડતો ચહેરો પણ ગણાય છે

2019નું પરિણામ

ભાજપ- કે.સી.પટેલ
પરિણામ- જીત

કોંગ્રેસ- જીતુ ચૌધરી
પરિણામ- હાર

વલસાડ લોકસભામાં કેટલી વિધાનસભા બેઠક?

ડાંગ
વાંસદા
વલસાડ
કપરાડા
ધરમપુર
પારડી
ઉમરગામ

વલસાડ બેઠકનો ઈતિહાસ

વલસાડ બેઠક સાથે વિશેષ માન્યતા જોડાયેલી છે કે, જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠક ઉપર કોંગ્રેસ 9 વાર જીતી છે જ્યારે ત્રણ વાર વલસાડ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. જનતા પાર્ટી અને જનતા દળ અનુક્રમે એક-એક વાર જીત્યા છે. 2019માં આ બેઠક ઉપર ભાજપને 61%થી વધુ મત મળ્યા હતાં

વલસાડ બેઠકનું જ્ઞાતિ સમીકરણ

આદિવાસી સમાજની બહુમતિ ધરાવતો આ વિસ્તાર છે. જેમાં ઢોડિયા પટેલ સમાજની વસતિ આશરે 20.2% છે જ્યારે કુંકણા અને વારલી સમુદાયની વસતિ 15%થી વધુ છે. કોળી પટેલ, બિન ગુજરાતી મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

વધુ વાંચોઃ બનાસકાંઠાની જનતા કોની સાથે, રેખાબેન કે ગેનીબેન? જાણો જ્ઞાતિ સમીકરણ આધારે કોનું પલડું ભારે 

વલસાડ બેઠકના મહત્વના મુદ્દા

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ કનેક્ટિવીટીની સમસ્યા છે. દરિયાઈ ધોવાણના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. નેશનલ હાઈ-વે ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ બાકી છે. વલસાડી હાફૂસ કેરીના ઓછા ભાવ મળવાની બૂમરાડ પણ છે. શેરડી, ચીકુમાં પણ પોષણક્ષમ ભાવ ન મળવા તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો સાથો સાથ માછીમારોના પ્રશ્નો હજુ પડતર જ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ