બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / With whom are the people of Banaskantha, Rekhaben or Ganiben?

લોકસભા ચૂંટણી 2024 / બનાસકાંઠાની જનતા કોની સાથે, રેખાબેન કે ગેનીબેન? જાણો જ્ઞાતિ સમીકરણ આધારે કોનું પલડું ભારે

Published By: Vishal Khamar

Last Updated: 09:54 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણીની જાહેરાત થઈ જવા પામી છે. બનાસકાંઠાના ઈતિહાસમાં પહેલી વખત બંને પક્ષો દ્વારા મહિલાઓને ઉમેદવારને ટિકિટ આપી છે. હવે જોવું રહ્યું કે બનાસકાંઠાની જનતા કોના હાથમાં સોંપશે વણથંભી વિકાસની ગતિ.

2024ના જંગની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પર ઈતિહાસમાં પ્રથમ વખત બંને પક્ષોએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે બનાસડેરીના સ્થાપકના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.

કોણ છે ડૉ.રેખાબેન ચૌધરી?

ભાજપના ઉમેદવાર ર્ડા. રેખાબેન ચૌધરી વિશે વાત કરીએ તો ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે.  ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે.

કોણ છે ગેનીબેન ઠાકોર?

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો તેઓ હાલ ચાલુ ધારાસભ્ય છે. તેમજ તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠકમાં સૌથી વધુ સાડા 4 લાખ મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પણ ઠાકોર સમાજનું રહ્યું છે.  કોંગ્રેસે 2017માં વાવ બેઠક પર ગેનીબેનને ધારાસભ્યની ટિકિટ આપી હતી. આ સમયે ગેનીબેને રાજ્ય સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

2019નું પરિણામ?  
ભાજપ પરબત પટેલ
પરિણામ જીત
કોંગ્રેસ પરથી ભટોળ
પરિણામ હાર

2019નું પરિણામ?

જો ગત ચૂંટણીના બનાસકાંઠાના પરિણામ પર નજર નાખવામાં આવે તો, ભાજપના ઉમેદવાર પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા.  આ સમયે કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપી હતી. 

બનાસાકાંઠા લોકસભા બેઠકનો ઈતિહાસ
બનાસકાંઠા લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે મળી હતી.

બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ
બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે.

અમિત સોલંકી (મતદાર)

ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો 
બનાસકાંઠા જીલ્લાનાં મતદાર અમિત સોલંકીએ જણાવ્યું હતું કે, ભૌગોલિક રીતે બનાસકાંઠા જીલ્લો ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક સરદહી વિસ્તાર છે, બીજો શહેરી વિસ્તાર છે અને ત્રીજો અતિ પછાત વિસ્તાર એટલે કે એસટી આ ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરે છે.  અને તે મતો  છે તે ધ્રુવીકરણ થયેલા છે. 

ત્રણેય વિસ્તારમાં અલગ અલગ સમાજનાં લોકો વસવાટ કરે
ધ્રુવીકરણનાં મતોની વાત કરીએ તો બનાસકાંઠાની મુખ્ય કોમ છે તે ક્ષત્રિય ઠાકોર સમાજ છે જ પ્રથમ ક્રમે આવે છે.  જેમના સાડા ચાર લાખ વોટ છે. બીજા સમાજની વાત કરીએ તોએ ચૌધરી સમાજ છે. જે અઢીલાખ મતદારો છે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે 87 હજાર વોટર જે નવા મતદારો છે. ત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે આ મતદારો કોને પોતાનો કિંમતી મત આપશે? 

વધુ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષથી અટકેલા ટેન્ડરની દેખરેખમાં સીતા રામ ભજો, આ કેન્સલ પ્રોજેક્ટ ખાય છે ચાડી

 ક્ષત્રિય ઠાકોર સમાજનાં વોટનો ઝુકાવ કોંગ્રેસ તરફ રહેવાની પૂરે પુરી શક્યતાઓ
ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ર્ડા. રેખાબેન ચૌધરી જે ક્વોલિફાઈડ છે તેઓને ટિકિટ આપી છે. જેથી ચૌધરી સમાજનો ઝુંકાવ તેમની તરફ જોવા મળી રહ્યો છે.  જ્યારે વાવ અને થરાદ વિસ્તારમાં જે ચાલુ ધારાસભ્ય ગેનીબેન  ઠાકોર છે તે લડી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજનાં વોટનો ઝુકાવ કોંગ્રેસ તરફ રહેવાની પૂરે પુરી શક્યતાઓ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Dr..Rekhaben Chaudhary Female Candidate Lok Sabha Election 2024 MLA Ganiben Thakor ગેનીબેન ઠાકોર બનાસકાંઠા ભાજપ ર્ડા. રેખાબેન ચૌધરી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ