ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અજીબ, મરેલા બધા ઓળખાયા પણ એકે વધાર્યું રહસ્ય, કોણ છે?

પ્લેન ટ્રેજેડી / અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અજીબ, મરેલા બધા ઓળખાયા પણ એકે વધાર્યું રહસ્ય, કોણ છે?

Last Updated: 09:19 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ડીએનએ મિલાન સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યાં છે.

ADVERTISEMENT

અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળેથી મળેલી એક સિવાય તમામ લાશોની ઓળખવિધિ પૂરી થઈ છે. પ્લેનનો કુલ મૃતાંક 260 નો છે જેમાં 241 પ્રવાસીઓ અને 19 બીજા લોકો સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્થળ પરથી કોઈ નવા મૃતદેહ મળ્યા નથી.

અંતિમ મૃત્યુઆંક ક્યારે ?

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, એક ડીએનએ નમૂના, જે કદાચ કોઈ મુસાફરનો હોઈ શકે છે, તેનું હજુ સુધી સફળતાપૂર્વક મેચિંગ થયું નથી. ડીએનએ નમૂના ખંડિત અથવા ખરાબ સ્થિતિમાં હોય તેવું લાગે છે, જેના કારણે સંબંધીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા નમૂનાઓ સાથે મેચ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પરિવારના ફરીથી ડીએનએ સેમ્પલ લેવામાં આવશે. ડૉ. જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 253 પીડિતોની ઓળખ ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવી છે જ્યારે છની ઓળખ ચહેરાની ઓળખ દ્વારા કરવામાં આવી છે.દુર્ઘટના સ્થળ હજુ સુધી સાફ કરાયું નથી. હવે કોઈ લાશ નહીં રહી ગઈ હોય તેવી જ્યાં સુધી અમને ખાતરી નહીં થાય ત્યાં સુધી અંતિમ મૃત્યુઆંક જાહેર નહીં કરાય.

ન ઓળખાયેલો મુસાફર કોણ છે

તંત્ર દ્વારા બધી લાશોની ઓળખ કરી લેવાઈ છે પરંતુ એક મુસાફરની ઓળખ થઈ શકી નથી. તેના ડીએનએ મળતાં નથી. આ મુસાફરે રહસ્ય વધાર્યું છે. તે હજુ સુધી પણ ઓળખાતો નથી. તંત્રનું એવું કહેવું છે કે તે કદાચ પ્રવાસી હોઈ શકે.

વધુ વાંચો : સારા કામમાં સો વિઘ્ન! ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહ લગ્ન બંધ રહ્યાં, અચાનક શું બન્યું?

ડો.વિશાલ મેવાડાના સોફ્ટવેરથી ડીએનએ મિલાન

NFSUના પ્રોફેસર ડો.વિશાલ મેવાડાએ બનાવેલા ખાસ સોફ્ટવેર દ્વારા લાશોની ઓળખવિધિ થઈ હતી જેમાં 5 મિનિટમાં 500 સેમ્પલો મેચ કરી નાખે છે. ડીએનએ મિલાન માટે મેવાડાના સોફ્ટવેરની મદદ લેવાઈ હતી જેને કારણે બધી લાશોની ઓળખવિધિ ઝડપથી પૂરી થઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad crash tragedy Ahmedabad 2025 tragedy Ahmedabad plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ