બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / સારા કામમાં સો વિઘ્ન! ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહ લગ્ન બંધ રહ્યાં, અચાનક શું બન્યું?
Last Updated: 08:34 AM, 25 June 2025
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજના લગ્ન, જે 19 નવેમ્બરના રોજ થવાના હતા, તે હવે મુલતવી રાખવામાં આવ્યા છે.જુનની શરુઆતમાં રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ હતી. જુનની શરુઆતમાં આ કપલે લખનઉમાં સગાઈ કરી હતી જેમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, અભિનેત્રી જયા બચ્ચન અને ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હાજર રહ્યાં હતા.
ADVERTISEMENT
લગ્ન મોકૂફીનું શું કારણ
રિંકુ અને પ્રિયાના લગ્ન નવેમ્બરમાં નક્કી થયાં હતા પરંતુ નવેમ્બરમાં રિંક સિંહ ઘણું બધું ક્રિકેટ રમવાનો છે જેને કારણે તેને લગ્ન માટે ટાઈમ મળી શકે તેમ નથી તેથી તેના લગ્ન બંધ રખાયાં હતા. ઉલ્લેખનીય છે કે 8 જૂનના રોજ રિંકુ અને પ્રિયાએ લખનઉમાં સગાઈ કરી હતી.
ADVERTISEMENT
ક્યારે થશે લગ્ન
રિંકુ અને પ્રિયાના લગ્ન હવે ફેબ્રુઆરી 2026માં થશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિવારે ૧૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ રિંકુ અને પ્રિયાના લગ્ન માટે વારાણસીમાં તાજ હોટેલ બુક કરાવી હતી.હોટેલ હવે ફેબ્રુઆરીના અંત માટે બુક થઈ ગઈ છે પરંતુ ચોક્કસ તારીખ હજુ સુધી પુષ્ટિ મળી નથી.
ADVERTISEMENT
વધુ વાંચો : 11A સીટનો ચમત્કાર, 27 વર્ષ પહેલા પણ આ સીટે જ બચાવ્યો હતો જીવ, એવું તો શું છે આ સીટમાં?
કોણ છે રિંકુ સિંહ-પ્રિયા
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટમાં લોકપ્રિય વ્યક્તિ રિંકુ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં સમાપ્ત થયેલી 2025 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વતી રમ્યો હતો. પ્રિયા સરોજ પહેલી વાર સંસદ સભ્ય બન્યા છે, જેમણે 2024ની સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મછલીશહર બેઠક જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.