ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રજ્ઞાચક્ષુને મારનાર PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા, ગુજરાત યુનિ.પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર્યો હતો માર

ગુજરાત / પ્રજ્ઞાચક્ષુને મારનાર PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા, ગુજરાત યુનિ.પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર્યો હતો માર

Published By: Nidhi Panchal

Last Updated: 02:35 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે થયેલા મારપીટના બનાવે ભારે ચર્ચા જગાવી છે. સમગ્ર મામલામાં મહિલા PSI સામે કાર્યવાહી થતાં પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે. ભોગ બનનાર ગોપાલભાઈ દરજીએ પોતાની આપવીતી જાહેર કર્યા બાદ મામલો વધુ ગરમાયો હતો અને અંતે ગ્રામ્ય એસપીએ મહિલા PSIને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

ADVERTISEMENT

અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO તથા નાની કેબીન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજી સાથે થયેલા મારપીટના બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. બંને આંખે જોઈ શકતા ન હોવા છતાં ગોપાલભાઈ મહેનત કરીને પોતાનું જીવન પસાર કરે છે. તેઓ પોતાની કેબીન પર પેકેટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારના કેટલાક છોકરાઓ તેમની કેબીન પર આવી પેકેટ તોડી જતા હતા. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ સાંભળતા તેમણે હાથ લાંબો કરી એક બાળકનો હાથ પકડી લીધો હતો, જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.

PSI

ગોપાલભાઈની કેબીન પર આવી પહોંચ્યા

બાળકે ઘટનાની જાણ તેના પિતાને કરતા તેઓ ગુસ્સે ભરાઈ ગોપાલભાઈની કેબીન પર આવી પહોંચ્યા હતા. ગોપાલભાઈના જણાવ્યા મુજબ બાળકના પિતાએ તેમને ગાળો આપી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગોપાલભાઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, “મેં માફી માંગી હોવા છતાં બાળકના પિતાએ મને સતત ગાળો આપી હતી.”

બેઠા હતા ત્યારે બહારથી એક PSI

ગોપાલભાઈ દરજીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ત્યારે બહારથી એક PSI આવ્યા હતા. કોઈએ તેમને રોક્યા નહોતા અને તેમણે સીધા જ ગોપાલભાઈને લાફા અને લાતો મારવાનું શરૂ કર્યું હતું. મારના કારણે તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ પણ લાકડીથી ફટકારવામાં આવ્યા હતા. ગોપાલભાઈએ પોલીસને પોતાની ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી, પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આ સમગ્ર ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

PSI સોનલ રાઠોડ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા

ઘટનાના બીજા જ દિવસે મહિલા PSI સોનલ રાઠોડ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા અને સમાધાનના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ ત્યાં પહોંચી જતા મહિલા PSI કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. પીડિત પરિવાર સમક્ષ PSI સોનલ રાઠોડે જણાવ્યું હતું કે, “હું ગિલ્ટી ફીલ કરું છું એટલે અહીં આવી છું.” તેમણે પોતાના દીકરાને ઈજા થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ધારાસભ્ય યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ, લોકોએ રડતી આંખે વિદાય આપી

1 જૂનના રોજ બનેલી ઘટનાના પગલે ગોપાલભાઈ દરજીએ પોલીસ ફરિયાદ નોંધાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. 3 જૂનના રોજ પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ફરી મહિલા PSI સોનલ રાઠોડ સામે ફરિયાદ નોંધાવવા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલે ભારે હોબાળો અને ટીકા બાદ અંતે ગ્રામ્ય SP દ્વારા મહિલા PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Blind Man Case PSI Suspend Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ